Sep 16, 2014

DIWALI VACATION NA 10 DIVAS PAHELA PRATHMIK VIBHAG NI PARIXA PURN KARVAMA AVSHE.

દિવાળી વેકેશનના ૧૦ દિવસ પહેલા પ્રાથમિક શાળાની પરીક્ષા આટોપી લેવાશે ૨૦ ઓક્‍ટોબરથી વેકેશન શરૂ : ૧૦ ઓક્‍ટોબર સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ રાજકોટ તા. ૧૫ : રાજયની પ્રાથમિક સ્‍કૂલોમાં દિવાળી વેકેશનના દશ દિવસ પહેલા પરીક્ષાઓ પૂર્ણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. ૨૦ ઓક્‍ટોબરથી પ્રાથમિક સ્‍કૂલોમાં દિવાળી વેકેશનની શરૂઆત થશે પરંતુ સ્‍કૂલોએ ૧૦ ઓક્‍ટોબર સુધીમાં પરીક્ષા પૂર્ણ કરી દેવાની રહેશે. દિવાળી વેકેશન પહેલા પ્રાથમિક સ્‍કૂલોમાં શિક્ષકો માટે ત્રણ દિવસીય તાલીમ રાખવાની હોઈ સ્‍કૂલોને પરીક્ષા વહેલી પૂર્ણ કરવા માટે તાકીદ કરાઈ છે. જોકે માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં પણ ૧૩ ઓક્‍ટોબરથી સાયન્‍સ પ્રથમ અને ત્રીજા સેમેસ્‍ટરની પરીક્ષા શરૂ થતી હોઈ તેઓ પણ ૧૦ ઓક્‍ટોબર સુધીમાં પરીક્ષા પૂર્ણ કરે તેવી શક્‍યતાઓ છે. રાજયની પ્રાથમિક સ્‍કૂલોમાં ૨૦ ઓક્‍ટોબરથી દિવાળી વેકેશનની શરૂઆત થશે. જેથી સ્‍કૂલો દ્વારા ૧૭ અથવા તો ૧૮ ઓક્‍ટોબર સુધીમાં પ્રથમ કસોટી પૂર્ણ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે હવે તમામ પ્રાથમિક સ્‍કૂલોએ ૧૦ ઓક્‍ટોબર સુધીમાં જ પ્રથમ સત્રની કસોટી પૂર્ણ કરવાની રહેશે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષખ સેવાકાલીન તાલીમ માટે ૧૦ દિવસની તાલીમ નક્કી કરવામાં આવી હતી. જેમાં સાત દિવસની બ્‍લોક કક્ષાની તાલીમ અને ૩ દિવસની ક્‍લસ્‍ટર કક્ષાની તાલીમ મંજુર કરવામાં આવી હતી. નક્કી થયેલી તાલીમ પૈકી ૪ દિવસની બ્‍લોક કક્ષાની તાલીમ જૂન-૨૦૧૪માં પૂર્ણ કરી દેવામાં આવી હતી. બાકી રહેતી ત્રણ દિવસની બ્‍લોક કક્ષાની તાલીમ દિવાળી વેકેશન પડતા પહેલા પૂરી કરવાનું નક્કી કરાયું છે. જે મુજબ આ ત્રણ દિવસની તાલીમ ૧૫ ઓક્‍ટોબરથી ૧૭ ઓક્‍ટોબર દરમ્‍યાન યોજવામાં આવશે. જેથી આ સમય દરમ્‍યાન શિક્ષકોને તાલીમ માટે મુક્‍તી મળી શકે તે હેતુથી સ્‍ટેટ પ્રોજેક્‍ટ ઓફીસમાંથી રાજયના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીને પરિપત્ર દ્વારા વહેલા પરીક્ષા યોજવાનો આદેશ કર્યો છે.