Aug 30, 2014

GYAN SAPTAH DARMIYAN SCHOOL NU MONITERING SARKARI ADHIKARIO KARSHE.

જ્ઞાન સપ્તાહ દરમિયાન બાબુઓને શાળાઓનું મોનિટરિંગ કરવાની સૂચના.
--> રાજ્યભરની શાળાઓમાં યોજાનાર જ્ઞાાન સપ્તાહ કાર્યક્રમ યોગ્યરીતે શાળામાં ચાલે છે કે નહિ તેનું મોનીટરીંગ કરવા ૨૮ ટીમો બનાવવામાં આવી છે. જિલ્લાકક્ષાના અધિકારીઓની ટીમે બે શાળાની મુલાકાત લઇને શાળાની શૈક્ષણિક તેમજ ભૌતિક સુવિધાઓની માહિતી મેળવશે. ઉપરાંત શાળા અંગેનો સરપંચનો અભિપ્રાય લેવામાં આવશે તેમજ ગ્રામજનોના અભિપ્રાય પણ લેવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા.૩૦મી થી તા.૫મી સુધી જ્ઞાાન સપ્તાહની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કરવામાં આવનાર છે. જેમાં ગામ, શાળાની સફાઇ ઉપરાંત શાળાની આંતર માળખાકીય સુવિધાઓ, નિવૃત્ત શિક્ષકોનું સન્માન, સ્વંય શિક્ષક દિન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજીને બાળકો તેમજ ગ્રામજનોને પર્યાવરણ-પાણી બચાવો, સ્ત્રી સાક્ષરતા, બેટી બચાવો સહિતના કાર્યક્રમો થકી જનજાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ઉપરાંત વિદ્યાર્થીઓમાં વાંચન અને લેખન સુધરે તે માટે શ્રૃત લેખન અને વાંચન જેવા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ગ્રામજનો, એસ.એમ.સી.ના સભ્યો સહિતના સહયોગથી કાર્યક્રમો યોજવામાં આવશે.
જ્ઞાાન સપ્તાહની ઉજવણી શાળાઓમાં યોગ્ય રીતે થાય અને શાળાની માળખાકીય, શૈક્ષણિક તેમજ ભૌતિક સુવિધાઓની યોગ્ય માહિતી મળી રહે અને માળખાકીય સુવિધાઓના મામલે શાળાઓમાં કચાશ રહે નહિ તે માટે જ્ઞાાન સપ્તાહ કાર્યક્રમનું મોનીટરીંગ કરવા માટે જિલ્લાકક્ષાના અધિકારીઓની ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો તા.૧લી થી તા.૫મી સુધી ગમે તે બે શાળાઓની મુલાકાત લઇને શાળાની માળખાકીય સુવિધાઓ ઉપરાંત શાળામાં બાળકોની સંખ્યા, શાળાનો મુલાકાત દિવસે બાળકો તેમજ શિક્ષકોની હાજર સંખ્યા, શાળામાં ઓરડા, કોમ્પ્યુટરની સંખ્યા, પાણી, વિજળી, સેનિટેશનની સુવિધાઓ તેમજ ગ્રામ અને શાળાની સફાઇ સંદર્ભની તલાસ કરશે. ગ્રામ સફાઇમાં એસ.એમ.સી. અને ગ્રામજનોની ભાગીદારી અને ગામ સફાઇ અંગે તેમના મંતવ્યો લેવામાં આવશે.
મોનીટરીંગ અંગે એક ખાસ પત્રક બનાવવામાં આવ્યું છે. આ પત્રકમાં મુલાકાતી અધિકારીએ સંપૂર્ણ વિગતો ભરીને આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે મુલાકાત દરમિયાન અધિકારીએ શાળામાં જોવા મળેલી ખામી અંગે શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણને શું સુચનો કર્યા તેની પણ માહિતીનો ઉલ્લેખ પત્રકમાં કરવાનો રહેશે.