ગુજરાત સરકારનાં ફીકસ પગાર મેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પગાર મેળવવા ઘણી રાહ જોવી પડે તેવા સંજોગો મામલો સુપ્રિમ કોર્ટમાં: હાઇકોર્ટના ચુકાદાને સરકારે
પડકારેલ છેઃ ગુજરાત સરકાર કોઇ કારણોસર સુનાવણી થવા દેતી નથીઃ મામલો
સ્થગિત રાખવા કરે છે માંગણી ગુજરાત સરકારનાં ફીકસ પગાર મેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પગાર મેળવવા ઘણી રાહ જોવી પડે તેવા સંજોગો
નવી દિલ્હી, તા.,૧૪: ગુજરાત સરકારના ફીકસ પગાર મેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પે સ્કેલ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. કારણ કે મામલો હાલ સુપ્રિમ કોર્ટમાં છે અને ત્યાં સતત મામલો પાછો ઠેલાતો રહે છે.
દોઢ વર્ષ પુર્વે ગુજરાત હાઇકોર્ટે ફીકસ વેતન મેળવતા હજારો કર્મચારીઓના ચહેરા મલ્કી ઉઠે તેવો ચુકાદો આપતા જણાવ્યુ હતુ કે ફીકસ વેતન યોજના ગેરબંધારણીય છે અને સરકારને જણાવ્યુ હતુ કે તે આવા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલની કેટેગરીમાં લાવે એટલું જ નહી તેઓને એરીયર્સ પણ ચુકવે. આ પછી ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી અને મામલો હજુ પેન્ડીંગ છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ગુજરાત સરકારને અપીલ સાંભળવામાં રસ નથી.
એક એન.જી.ઓ. ના રાજેન્દ્ર શુકલાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે ડીસેમ્બર ૨૦-૨૦૧૧ ના રોજ આદેશ આપ્યો હતો તે પછી સરકારે અપીલ ફાઇલ કરી હતી પણ સરકાર હવે કોઇપણ કારણોસર મામલો મુલત્વી રાખવાની માંગણી કરી રહેલ છે.
એન.જી.ઓ .એ ફીકસ પગાર સ્કીમને એ બાબતે પડકારી હતી કે જે પગાર અપાય છે તે મીનીમમ પગારના નિયમ કરતા પણ ઓછો છે વળી ફીકસ પગારદારોને જબાદબારીથી કામ કરવુ પડે છે એટલુ જ નહી નિયમિત પગારદાર જેટલુ જ કામ કરવુ પડે છે.
જો સરકાર સુપ્રિમ કોર્ટમા કેસ હારી જાય તો સરકારે આવા કર્મચારીઓને કરોડો રૂપીયા ચુકવવા પડશે અને સરકારી તિજોરી ઉપર બોજો પડશે અમે સરકારની અપીલ ઉપર અમારો જવાબ ફાઇલ કરી દીધો છે પણ સરકાર મામલો સ્થગીત કરવાની માંગણી કરી હીયરીંગ કરવા દેતી નથી તેમ સુત્રો કહે છે.
સુત્રો જણાવે છે કે, સરકાર આ યોજનામાં પીએફના પણ લાભ આપતી નથી અને શ્રમ કાયદાના બધા કાયદાઓનો ભંગ કરી રહી છે. હવે મામલો ર૧ મી ઓગષ્ટે હીયરીંગ ઉપર આવે તેવી શકયતા છે.
સરકારે પોલીસ, શિક્ષણ સહિત બધા વિભાગોમાં ફીકસ પગારદાર રાખ્યા છે. સરકારે ૧.પ૦ લાખથી વધુ આવા કર્મચારીઓની ભરતી કરી છે.