PMના પ્રોગ્રામના જીવંત
પ્રસારણ ઉપર બ્રેક લાગી
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર,
મંગળવાર
ગુજરાતમાં ૧૦ જિલ્લા કે
જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે,
ત્યાં આચારસંહિતાને કારણે
સરકારી પ્રાથમિક
શાળાઓમાં પાંચમી સપ્ટેમ્બરે
મુખ્યપ્રધાનના તથા વડાપ્રધાનના વિદ્યાર્થીઓ
સાથેના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ
નહીં થઈ શકે. કેન્દ્રીય ચૂંટણી પંચ
દ્વારા આ કાર્યક્રમો ઉપર બ્રેક લગાવાઈ
હોવાનું જણાવાઈ રહ્યું છે.
પાંચમી સપ્ટેમ્બરના શિક્ષક દિને
મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે
તેમના પુરોગામી મુખ્યપ્રધાનની માફક
પાટનગરના મહાત્મા મંદિર ખાતે બપોરે ૧૨
થી ૧ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ
કાર્યક્રમ યોજ્યો છે, જેનું જીવંત પ્રસારણ
૨૦ હજાર જેટલી સરકારી પ્રાથમિક
શાળાઓમાં એજ્યુસેટના ઉપયોગ
દ્વારા બાયસેગ સંસ્થા મારફત ગોઠવાયું છે.
પરંતુ હવે વડોદરા, બનાસકાંઠા, દાહોદ,
અમદાવાદ, આણંદ, ખેડા, મોરબી, સોમનાથ,
દ્વારકા અને ભાવનગર જિલ્લાઓમાં કે
જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે,
ત્યાંની સરકારી પ્રાથમિક શાળાઓમાં આ
કાર્યક્રમ દેખાડી નહીં શકાય, મુખ્ય
પ્રધાનના સંવાદ કાર્યક્રમ બાદ બપોરે
અઢી વાગે દિલ્હીથી વડાપ્રધાનનો સંવાદ
કાર્યક્રમ યોજાવાનો છે, એનું પણ જીવંત
પ્રસારણ
પેટાચૂંટણીવાળા જિલ્લાઓમાં નહીં થઈ શકે.
સૂત્રો કહે છે કે, આચારસંહિતા ધ્યાને લઈને
પહેલી સપ્ટેમ્બરે સવારે
મુખ્યપ્રધાનના જ્ઞાાન
સપ્તાહના ઉદઘાટન કાર્યક્રમનું જીવંત
પ્રસારણ પણ
પેટાચૂંટણીવાળા જિલ્લાઓની શાળાઓમાં છેલ્લી ઘડીએ
રદ કરાયું હતું.
આ જ રીતે ચોથી સપ્ટેમ્બરે
મહાત્મા મંદિરમાં કૃષિ સેમિનાર માટે
આવી રહેલા કેન્દ્રીય કૃષિપ્રધાન
રાધામોહનસિંહ
પેટાચૂંટણી જ્યાં યોજાવાની છે, તે આણંદ
વિધાનસભા ક્ષેત્રમાં આવતા એનડીડીબી સંકુલમાં જવાના છે,
પણ તેઓ ત્યાં પ્રધાનની રૃએ મુલાકાત
લઈ શકશે નહીં, એમ જણાવાઈ રહ્યું છે.
દરમિયાન,
પેટાચૂંટણીવાળા જિલ્લાઓના કલેક્ટરો સાથે
ચૂંટણીની વ્યવસ્થા સંદર્ભે કેન્દ્રીય
ચૂંટણીપંચ દ્વારા આવતીકાલ બુધવારે
વિડિયો કોન્ફરન્સ યોજાવાની છે, જેમાં પણ
આચારસંહિતાના પાલન અંગે ખાસ
તકેદારીની સૂચના અપાવાની છે.