Oct 1, 2014

ધોરણ-૯ થી ૧૨ના વર્ગો વધારવાની અરજી અર્તગત

રાજ્‍ય સરકારી, બિનસરકારી અને ગ્રાન્‍ટેડ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં જુન-૨૦૧૫થી ધોરણ-૯ થી ૧૨ના વર્ગો વધારવા બોર્ડ દ્વારા અરજી મંગાવવામાં આવી હતી. જેના આધારે દરેક જિલ્લામાં શાળાઓની અરજીઓની જાત સમિક્ષા માટે કેમ્‍પનું આયોજન કરવામાં આવશે. જુન-૨૦૧૫થી શરૂ થતા શૈક્ષણિક સત્ર માટે ધોરણ-૯ થી ૧૨માં વર્ગો વધારવા માંગતી સરકારી, બિનસરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓ પાસેથી શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અંતર્ગત ધણી શાળાઓએ વર્ગો વધારવા માટે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ જોયા છે ત્‍યારે ફોર્મ ભરનાર તમામ શાળાઓના ડોક્‍યુમેન્‍ટની જાત સમિક્ષા માટે દરેક જિલ્લામાં કેમ્‍પનું આયોજન કરવાની સુચના આપવામાં આવી છે. આ કેમ્‍પમાં ધોરણ-૯ થી ૧૨માં વર્ગો વધારવા અરજી કરનાર તમામ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓએ જરૂરી દસ્‍તાવેજો લઈને કેમ્‍પમાં હાજર રહેવાનું રહેશે. આ દસ્‍તાવેજોમાં અરજીની નકલ, દરખાસ્‍ત ફીનું ચલણ, સંચાલક મંડળનો ઠરાવ, રતમ-ગમતના મેદાન અંગેની માહિતી, બીયુ પરમિશન, સ્‍ટ્રક્‍ચર એન્‍જીનીયરીંગનું પ્રમાણપત્ર ઉપરાંત જરૂરી ડોક્‍યુમેન્‍ટ સાથે આચાર્યોએ હાજર રહેવાનું રહેશે.