- સૌરાષ્ટ્ર-કચ્છ તટે ‘નિલોફર’ વાવાઝોડાનો ખતરો
- અરબ સાગરમાં ઉદભવેલું વાવાઝોડું ઓમાન તરફ વધી રહ્યું છે, બે દિવસમાં ગુજરાતમાં ત્રાટકશે
- 145 કિમીની ઝડપે પવન ફૂંકાવી શકે છે, હુડહુડ જેવી તબાહીની આશંકા
- અરબ સાગરમાં ઉદભવેલું વાવાઝોડું ઓમાન તરફ વધી રહ્યું છે, બે દિવસમાં ગુજરાતમાં ત્રાટકશે
- 145 કિમીની ઝડપે પવન ફૂંકાવી શકે છે, હુડહુડ જેવી તબાહીની આશંકા
જૂનાગઢ: આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે તારાજી સર્જનાર ચક્રવાતી તોફાન હુદહુદ બાદ હવે ઉત્તર ગુજરાતના કિનારાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન નિલોફર ત્રાટકવાનો ખતરો તોળાઇ રહ્યો છે. આ તોફાન 31 ઓક્ટોબરે ગુજરાતની ધરતી પર ત્રાટકે તેવી સંભાવના સેવાઇ રહી છે.120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો સાથે નિલોફર તોફાન નજીકનાં કરાચીમાં પણ કેર વરસાવે તેવી ભીતી સેવાઇ રહી છે.ઉત્તર ગુજરાતના કિનારાના વિસ્તારો માટે પ્રી-સાઇક્લોન વોચની જાહેરાત કર્યા બાદ હવામાન વિભાગે પોતાની અપડેટમાં જણાવ્યું છે કે નિલોફર ચક્રવાત રવિવારે બપોરે મુંબઇ કિનારેથી 1,270 કિલોમીટર દૂર અરબ સાગરમાં છે. તે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને મધ્ય પ્રદેશને અસર કરી શકે છે.તોફાનના ખતરાને જોતા ગુજરાત સરકારે કંડલા બંદર માટે એલર્ટ ઇસ્યુ કરી છે.
અરબી સમુદ્રમાં નિલોફર નામનું વાવાઝોડુ પાકથી ઓમાન તરફ ફંટાઇ તે પહેલા આગામી 48 કલાકમાં કરાચી સહિત કચ્છ ગુજરાતમાં પણ આ વાવાઝોડું ત્રાટકે તેવી હવામાન ખાતાએ ભીતી દર્શાવતાની સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્રનાં પોરબંદર અને વેરાવળ બંદરે સર્તકતા વર્તવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં પોરબંદર અને વેરાવળ બંદરે આગામી 48 કલાકમાં નિલોફરનાં ખતરા સામે 2 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવી તમામ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. નોંધનીય એ છે કે, આજે બપોર પછી જ ધાબડીયા વાતાવરણ વચ્ચે નિલોફરનો સંભવિત ખતરો જાહરે થતાની સાથે વહિવટી, ફિશરીઝ વિભાગ અને બંદર તંત્રમાં પણ ભારે સર્જાકતા દર્શાવાઇ છે.
સૌરાષ્ટ્રમાં આજે બપોર પછી ભર શિયાળે ચોમાસા જેવો ધાબડીયો માહોલ સર્જાયો હતો તેવામાં અરબી સમુદ્રમાં બની રેહલું નિલોફર નામનું વાવાઝોડુ પાકથી ઓમાન તરફ ફંટાઇ તે પહેલા આગામી 48 કલાકમાં કરાચી સાથે કચ્છમાં પણ ટકરાઇ તેવી સંભાવનાં હવામાન વિભાગે દર્શાવતાની સાથે જ સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે પણ સંભવિત વાવાઝોડાનાં ખતરા સામે સાવચેતી દર્શાવાઇ છે. જેમાં આજે સાંજે 5 વાગ્યાથી વેરાવળ અને પોરબંદરનાં બંદરે 2 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે અને સાથો સાથ આ બંને સમુદ્રીય સ્થળોએ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમાર સંગઠનો સાથે તાકીદે સંપર્ક કરી અને આ સંભવિત વાવાઝોડાનાં ખતરા સામે માછીમારોને આગામી 48 કલાક દરિયો ન ખેડવા સૂચના આપી છે અને જે લોકો સમુદ્રમાં માછીમારી માટે ગયા છે તેઓ તમામ સાથે સ્થાનિક બોટ એસો.દ્વારા સંપર્ક થાય તેવી પણ વ્યવસ્થા ગોઠવવાની તજવીજ હાથ ધરાઇ છે.
બીજી બાજુ સંભવિત નિલોફરનાં ખતરા સામે વેરાવળ અને પોરબંદરમાં વહિવટી તંત્ર પણ સંજાગ થઇ ગયું છે અને તંત્રનાં કાર્યરત કંટ્રોલરૂમમાં ખાસ વધારાની ડયુટી શરૂ કરાઇ છે. સાથો સાથ સંભવિત ખતરા સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ પણ એલર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલ દિવાળી મીની વેકેશન અને આજે રવિવાર હોય જેથી અધિકારી અને કર્મીઓએ હેડકવાર્ટરમાં પહોંચી જવા અને જરૂર પડ્યે રજા રદ કરવાના આદેશો છૂટયા છે. આમ કચ્છમાં નિલોફર ટકરાઇ અને તેની અસર સીધી સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે પડે તે માટે હાલ તો સાંજે 5 વાગ્યાથી જ સર્તકતા દર્શાવાઇ રહી છે.