ગ્રાન્ટેડ શાળાઓમા શિક્ષકની ઘટથી શૈક્ષણિક ગુણવત્તા કથળી.
--> ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટને લીધે શૈક્ષણિક ગુણવત્તા કથળી રહી છે.મહેકમ મુજબ શિક્ષકોની ભરતી નહીં થતા ગ્રાન્ટેડ શાળાઓનો મૃત્યુઘંટ વાગી જવાની ભીતિ કેળવણીકારોને થઈ રહી છે.ગ્રાન્ટેડ શાળાઓમાં જરૃરીયાતના દસ ટકા શિક્ષકોની ભરતી કરીને સરકાર પણ સંતોષનો ઓડકાર લઈ રહી છે.
રાજ્યની ૬૭૦ માધ્યમિક શાળાઓનુ ધો-૧૦નું ૦ થી ૩૦ ટકા વચ્ચે કંગાળ પરિણામ આવતા આ શાળાને મળતી નિભાવ ગ્રાંટ ૨૫ ટકા કાપી નખાશે.ગ્રાન્ટેડ શાળામાં ઓછા શિક્ષકોને પગલે પરિણામ કંગાળ આવી રહ્યુ છે. સરકારી શાળાઓમાં ધો-૧૦નું પરિણામ જીરો થી ત્રીસ ટકા વચ્ચે આવતુ હોવા છતા સરકારી શાળાઓ સામે કોઈ પગલા ભરવામા આવતા નથી.જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને નિયમોનો કોરડો વિંઝવામાં આવી રહી છે.એક બાજુ સેલ્ફ ફાઈનાન્સ શાળાનું પ્રભુત્વ વધતુ જાય છે.તેને પરિણામે ગ્રાન્ટેડ શાળાનુ અસ્તિત્વ રહેશે કે નહીં..? તેવો સવામણનો સવાલ કેળવણી કારોને સતાવી રહ્યો છે. કેટલીક સેલ્ફ ફાઈનાન્સ શાળામાં ગ્રાન્ટેડના શિક્ષકો અને વિધાસહાયકો શિક્ષક તરીકેની નોકરી કરીને આર્િથક ઉપાર્જન કરતા હોવા છતા શિક્ષણ બોર્ડ આંખ આડા કાન કરી રહ્યુ છે