Kutch :પચ્છમ વિસ્તારમાં 90 શિક્ષક રજા પર જતાં રોષ
સરકારપ્રાથમિક શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો
યોજીને કમર કસી રહી છે, તેવામાં ખાવડા વિસ્તારની પ્રાથમિક શાળાના 90 જેટલા
શિક્ષક રજા મૂકીને 4 દિવસનું મીનિ વેકેશન માણવા નીકળી જતા વાલીઓમાં રોષની
લાગણી ફેલાઇ છે. બાબતે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા શિક્ષણ નિયામકને આજે
બુધવારે ફેક્સ પાઠવીને વાકેફ કરાશે.
અંગે મળતી વિગતો મુજબ તા.1/9ના પ્રાથમિક શાળાઓમાં
નવરાત્રિની સાતમની તથા તા. 3/9ના દશેરાની રજા છે. તા. 2/10ના સ્વચ્છતા
અભિયાન શરૂ થતું હોવાથી શિક્ષકોને ફરજિયાત હાજર રહેવા મૌખિક સૂચના શિક્ષણ
વિભાગ દ્વારા અપાઇ છે. જેની ઉપરવટ જઇને ખાવડા, દિનારા, તુગા અને ખારીની
ગ્રૂપ શાળા હેઠળ ફરજ બજાવતા 110 પૈકીના 90 જેટલા શિક્ષક ગ્રૂપાચાર્યો કે
બીઆરસી કોઓર્ડિનેટર સાથે સાઠગાંઠ રચી રવિવાર સુધીની રજા પર ચાલ્યા ગયા છે.
તેવો આક્ષેપ કરતા એસએમસી ખાવડાના સભ્ય રામજીભાઇ ભદ્રુએ કહ્યું હતું કે,
ગંભીર બેદરકારી પ્રત્યે શિક્ષણ નિયામકને ફેક્સ દ્વારા જાણ કરાશે.
તા. 4 અને 5 યોજાનારા ખેલ મહાકૂંભમાં ભાગ લેવા
જનારા વિદ્યાર્થીઓને કોણ માર્ગદર્શન આપશે તે અંગે પણ દ્વિધામાં મૂકાયા છે.
આવી રીતે રજા મંજૂર કરાવવા આર્થિક વહીવટ થતો હોવાનો આક્ષેપ પણ સભ્યે કર્યો
હતો.