નીલોફર પર્શિયન શબ્દ છે અને એનો
અર્થ છે કમળ અથવા વાઙ્ઘટર લીલી. કમળ ક્યારે વિનાશ વેરી શકે? હા, જો એ
વાવાઝોડું હોય તો જરૂર વેરી શકે. અરબી સમુદ્રમાં આકાર પામી ચૂકેલા આ
વાવાઝોડાનું નામકરણ પાકિસ્તાને કર્યું હતું. એનું સાદું કારણ એટલું જ હતું
કે અંગ્રેજી કક્કાવારી પ્રમાણે વાવાઝોડાનું નામ પાડવાનો વારો પાકિસ્તાનનો
હતો. અરબી સમુદ્રમાં અને બંગાળના અખાતમાં સર્જાતા વાવાઝોડાને પાકિસ્તાન
ઉપરાંત ભારત, બંગલા દેશ, માલદીવ્સ, મ્યાનમાર, શ્રીલંકા, ઓમાન અને
થાઇલઙ્ઘન્ડ વારાફરતી નામ આપતાં હોય છે. ગયા મહિને આંધ્ર અને ઓડિશામાં
ત્રાટકેલા વાવાઝોડાને હુડહુડ નામ ઓમાને આપ્યું હતું.