Oct 30, 2014

POLICE DEPARTMENT MA THASE NAVI BHARTI.

કાયદો અને વ્યવસ્થા સઘન બનાવવા પીઆઈથી કોન્સ્ટેબલ સુધીની 1200ની નવી ભરતી - વિવિધ જગ્યાઓ પર કુલ 1267 ભરતી થશે ગાંધીનગર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સઘન અને સંગીન બનાવવાના મુખ્ય હેતુથી સરકારે 17 જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશનો સ્થાપવાનો અને આઠ જિલ્લામાં પીએસઆઈ કક્ષાની પોલીસ ચોકીઓને અપગ્રેડ કરી પીઆઈ કક્ષાના પોલીસ મથક બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ વડા અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી આવેલી દરખાસ્તને ધ્યાને લીધા બાદ આ નિર્ણય લીધો છે અને સાથે જ રાજ્યમાં 28-2-15 સુધીમાં 1267 પીઆઈથી ડ્રાઈવર કોન્સ્ટેબલ સુધીની નવી પણ હંગામી ભરતી પણ કરવામાં આવશે. નવા પોલીસ સ્ટેશનને સ્થાપવા રૂ. 13.24 કરોડ આવર્તક અને રૂ. 2.26 કરોડનો અનાવર્તક ખર્ચ મળી કુલ રૂ. 15.50 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ માટે અલાયદું પોલીસ સ્ટેશન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ સ્ટેશન બનાવાશે. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે આેળખાનારા આ પોલીસ મથકમાં એક પીઆઈ, 7 પીએસઆઈ, 5 આસિસ્ટન્ટ સબઈન્સ્પેક્ટર, 25 હેડ કોન્સ્ટેબલ, 38 પોલીસ કોન્સ્ટેબલ, બે આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, 6 આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ અને 3 ડ્રાઈવર સહિત 87 પોલીસની નવી હંગામી ભરતી કરાશે.