--》રાપર : આંતર જિલ્લા બદલી પામેલા
શિક્ષકોને છુટ્ટા કરવા પરિપત્રની ઉપરવટ જઈ રાજકીય આદેશના પગલે નિર્ણય
લેવાતાં શિક્ષકોની કાયમી અછત ધરાવતાં રાપર તાલુકામાં વધુ ૩પ પ્રાથમિક
શિક્ષકની ખોટ પડશે. બાળકોના ભવિષ્યનો વિચાર કર્યા વગર જ દબાણમાં આવી થયેલી
બદલી રદ કરવામાં આવે તેવી મંગ ઉઠી છે. રાપર તાલુકામાં પ્રાથમિક શિક્ષણ માટે
તાલુકામાં ર૯૮ શાળાઓમાં અંદાજિત ૮૦ હજારથી વધુ બાળકો ધો.૧ થી ૮માં અભ્યાસ
કરી રહ્યા છે. જેમના માટે ૧૪૮ર શિક્ષકોની નિમણૂક થઈ છે. પરંતુ પ૧૭ જેટલી
જગ્યા ખાલી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આંતર જિલ્લા બદલી
કેમ્પ યોજાયો હતો, જેમાં રાપર તાલુકામાંથી ૬પ થી વધુ પ્રાથમિક શિક્ષકોની
બદલી થઈ છે, જેમાંથી ૩પ જેટલા શિક્ષકોને છુટ્ટા કરવામાં આવ્યા છે, જેમાં
જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીએ કરેલા આદેશથી છુટ્ટા કર્યા છે. રાજ્યના શિક્ષણ
વિભાગનો ઠરાવ અને આદેશ તેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, જે શાળામાં ૧થી વધુ
ખાલી જગ્યા છે તેના આદેશનો રાપર તાલુકામાં ખુદ જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી જ પાલન કરાવતાં નથી તે જોઈએ તો રાપર તાલુકામાં જે ૬પ
શિક્ષકોની બદલી થઈ છે. તેમાંથી ૩પ શાળાઓમાં વધુ જગ્યાઓ ખાલી છે.