@ અખિલ ભારતીય ઔદ્યોગિક કામદારો
માટેના ગ્રાહક ભાવાંક જે જાહેર થયા છે તેનાથી એવા સંકેતો મળે છે કે ૧લી
જાન્યુઆરી ર૦૧પથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી
ભથ્થામાં ૬ ટકાનો વધારો મળશેઃ હવે પછીનું મોંઘવારી ભથ્થુ ગણવા માટે જો કે
હજુ ૩ મહિનાના આંકડાઓ આવવાના બાકી છે પરંતુ છેલ્લા ૩ મહિનાના આંકડાઓને
ધ્યાનમાં રાખવામાં આવે તો એવા સંકેતો મળે છે કે તેઓને ૬ ટકા વધુ મોંઘવારી
ભથ્થુ મળશેઃ આવતા ત્રણ મહિનામાં જો આંકડાઓમાં બહુ મોટી ચડ-ઉતર થાય તો આ
મોંઘવારી ભથ્થુ પ ટકા અથવા ૭ ટકા રહે તેવી શકયતા છે પરંતુ એક અનુમાન મુજબ ૬
ટકા મોંઘવારી ભથ્થુ વધે તેવી પુરેપુરી શકયતા છે.