-》શિક્ષકો દ્વારા પગારમાં બઢતી
મેળવવા માટે સીસીસીની પરીક્ષાના ખોટા ર્સટિ રજૂ કરાતા હોવના કૌભાંડો સામે
આવતા તંત્ર ચોકી ઉઠયું છે. આ બાબતની ગંભીરતાને લઇ શિક્ષણ વિભાગ દ્વારા તમામ
શાળાના આચાર્યોને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના ઓરજીલન સીસીસીના
સર્ટી મંગાવી તેની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે તેમજ જો કોઇ
શાળામાંથી હવે ખોટા ર્સટિ રજૂ કરનાર શિક્ષક ઝડપાશે તો શિક્ષકની સાથે સાથે
શાળાના આચાર્ય સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત થતી માહિતી
મુજબ બઢતી અને પગાર વધારા માટે શિક્ષકોને સીસીસીનું સર્ટી રજૂ કરવું
ફરજિયાત છે. જો કે, તાજેતરમાં શિક્ષકોએ જમા કરાવેલ સીસીસીના સર્ટીની ચકાસણી
કરાતા ધણા સર્ટી બોગસ હોવાનો ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો તેમજ આ
ખોટા સીસીસી સર્ટીના આધારે શિક્ષકોને પગારમાં બઢતી પણ આપી દેવામાં આવી હતી.
ત્યારે આ બાબતે શિક્ષણ વિભાગનું ધ્યાન જતાં લાલઆંખ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાના આચાર્યોને તેમની શાળામાં ફરજ બજાવતા
શિક્ષકોના સીસીસીના ઓરીજિનલ ર્સટિ બનાવી ખરાઈ કરવા તેમજ તેનો રિપોર્ટ
જિલ્લા શિક્ષણાધિકારીને મોકલી આપવા જણાવાયું છે. આ તપાસ બાદ જો કોઇ
શાળામાંથી બોગસ સર્ટી વાળો શિક્ષક પકડાશે તો શિક્ષકની સાથે સાથે શાળાના
આચાર્ય સામે પણ શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે તેમજ જે શિક્ષકોએ નકલી
સીસીસીના સર્ટી રજૂ કરી પગાર પઢતી મેળવેલ છે તેમને તત્કાલીક અસરથી નીચા
પગાર ગ્રેડમાં ઉતારીને લીધેલ વધારાનો પગારની વસુલાત કરીને તેના ચલણની નકલ
કચેરીમાં રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત શિક્ષકોના ઓરીજીનલ સીસીસી સર્ટીની
ખરાઈ કર્યા બાદ તેમની બઢતી માટેની દરખાસ્ત શિક્ષણ વિભાગને મોકલવાની
જવાબદારી પણ જે તે શાળાના આચાર્યની રહેશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૬માં
વટહુકમ જાહેર કરીને રાજ્ય સરકારે તમામ સરકારી શાળાના શિક્ષકોને બઢતી તેમજ
પગાર વધારો મેળવવા માટે સીસીસીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવી દેવાઈ છે.
Pages
- Home
- Presentation
- Science Video
- Maths Magic
- News Papers
- TET/TAT/HTAT
- S.C.E.
- Excel Sheets
- Other Exam
- Photo Galary
- Softwer Download
- School Usefull File
- કોમ્પ્યુટર
- General Knowledge
- Govt.Application Form
- પુસ્તકો ડાઉનલોડ કરો
- My File
- Edusafar
- i-Kisan
- Online Shopping
- Job
- Result
- ONLINE REACHARGE
- Indian Gov.Website
- Beauty Tips
- Usefull Other Blog
- E-Dhara Kendra
- CCC Colection
- Circulars
- Study Material
- Question Papers & Solutions
- Mock Test