ક્યાક બહાર ફરવા જઈ રહ્યા છો અને તમને ચિંતા છે કે તમારા દરવાજાનુ તાળુ કોઈ ખોલી ન લે અથવા તાળાની ચાવી ક્યાક ખોવાય ન જાય. તો બેફિકર થઈ જાવ. અમેરિકાની એક ફર્મ એ એક એવુ ઈ-લોક શોધ્યુ છે જેને ખોલવા માટે કોઈ ચાવીની નહી પણ સ્માર્ટફોનની જરૂર પડશે.
ટેકનોલોજી વ્યવસાયી જેસન જૉનસન અને
ઈંડસ્ટ્રીયલ ડિઝાઈનર યવેસ બિહરે આ તાળાની શોધ કરી છે. ઓગસ્ટ નામનુ આ તાળુ
તમારા સ્માર્ટફોનની બ્લુટુથ ડિવાઈસથી કનેક્ટ થઈ જશે અને જ્યારે તેને કમાંડ
આપશો ત્યારે દરવાજો ખુલી જશે.
આઈઓએસ પ્લેટફોર્મને સપોર્ટ કરનારુ આ ઈ-લોક
ટૂંક સમયમાં જ એપ્પલ સ્ટોર પર મળવા શરૂ થઈ જશે. એટલુ જ નહી જો આની બેટરી
લો હશે તો આ તમને મેલ દ્વરા સૂચિત પણ કરશે.
તાળુ ખોલવા માટે તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પર એક લાલ રંગનો ગોળો દેખાશે. જેને પુશ કરવુ પડશે.