--》ભાવનગર,તા.૨૧
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫થી શાળાઓએ ધો-૧માં વંચિત અને નબળા વર્ગના છાત્રોને આરટીઈ હેઠળ ૨૫ ટકા બેઠકો પર ફરજિયાત પ્રવેશ પડશે.શાળામાં ૨૫ ટકા બેઠક પર નબળા અને વંચિત છાત્રોને પ્રવેશ આપવા અંગેનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
આ અંગે સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ(આરટીઈ એક્ટ)ના અમલના બે વર્ષ પહેલા શાળાઓમાં ૨૫ ટકા બેઠકો નહી પરંતુ અલ્પ બેઠકો પર જ નબળા અને વંચિત જૂથના છાત્રોને પ્રવેશ ફાળવામાં આવ્યો હતો.અલબત્ત હવે સરકારના નિર્ણય મુજબ આગામી વર્ષે અર્થાત ૨૦૧૫માં શાળાઓમાં ૨૫ ટકા બેઠકો પર આરટીઈ હેઠળ પ્રવેશ ફાળવવામાં આવશે.હાલમાં નોન ગ્રાન્ટેડ શાળાઓએ નર્સરી અને કે.જી. માં પ્રવેશની કાર્યવાહી શરૃ કરી છે.ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને પરિપત્ર કરીને ૨૫ ટકા બેઠકો આરટીઈ અંતર્ગત ફાળવવાની સુચના આપી છે.
આ ઉપરાત શાળાઓ પાસેથી તેમની કુલ બેઠકોના ૨૫ ટકા પ્રમાણે કેટલા છાત્રોને આરટીઈ અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવશે.?તે અંગેની વિગતો આગામી તા.૩૦મી સુધીમાં મોકલી આપવાની તાકિદ કરાઈ છે.શાળાઓએ ફી અંગેની વિગતો ડીઈઓ કચેરીમાં મોકલી આપવાની રહેશે.આ શાળાઓને સરકાર દ્વારા ફીઝની રકમ ચુકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં શાળાઓમાં અમુક બેઠકો પર જ આરટીઈ અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવતો હતો.હવે ફરજિયાત શાળાઓમાં ધો-૧માં ૨૫ ટકા બેઠકો પર વંચિત અને નબળા વર્ગના બાળકોને પ્રવેશ આપવો પડશે.