અગાઉના વર્ષોમાં પી.ટી.સી. પાસ કરેલ ઉમેદવારની જે
કિંમત હતી તે હાલના તબક્કે ભાંગીને ભુક્કો થઇ છે અને માથે દેવુ કરીને પણ
પી.ટી.સી. કરેલ એવા હજારો ઉમેદવારો હાલની નવી ભરતી પ્રક્રિયાને લઇ બેરોજગાર
બન્યા છે અને કોલેજો પણ મરણ પથારીએ છે. જ્યારે મફત શિક્ષણની માત્ર
લ્હાણીથી કામ પૂર્ણ નથી થતુ નક્કર કામગીરી પણ એટલી જ જરૃરી બાબત છે.પ્રાથમિક શિક્ષણમાં મોટાપાયે સુધારા માટે જે
કામગીરી છેલ્લા વર્ષોથી કરી રહ્યું છે અને જાણે કે ગતિશીલ ગુજરાતમાં બીજા
રાજ્યો કરતા કાંઇક નવીન કરીને સંતોષ માની રહ્યું છે. પરંતુ આપ આ પાયાના
શિક્ષણમાં જો ઉંડા ઉતરો તો કાંઇક વિપરીત જોવા મળશે અને દિવસે ને દિવસે
પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાનું આધારસ્થંભ વિનાની દિશા તરફ ગતી કરી રહ્યું
હોય તેવું જણાય છે. પ્રાથમિક શિક્ષણને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે.
ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અને હવે ૯ થી ૧૦ ને પણ પ્રાથમિક શિક્ષણમાં
લેવાના મુડમાં શિક્ષણતંત્ર છે. અન્ય રાજ્યો કે જ્યાં સારામાં સારૃં શિક્ષણ
અને ત્યાંથી વ્યવસ્થા અંગે કોઇપણ પ્રકારનો શિક્ષણ વિભાગે અભ્યાસ કર્યો છે
કે કેમ ? અન્ય રાજ્યોમાં ધો.૧ થી ૧૦ પ્રાથમિક શાળામાં ચાલે છે કેમ ? ફક્ત
ને ફક્ત મફત શિક્ષણના બાના તળે લોક ચાહના જાળવી મુશ્કેલ છે. આતો ખાનગી
શાળાઓને પ્રોત્સાહન આપવાનું પગલું તો નથી ને ? ધો.૧ થી ૭ પાયાનું શિક્ષણ
ખુબ જ સારી પધ્ધતિ ચાલતું હતું અને ૮ થી ૧૦ હાઇસ્કૂલ વિભાગમાં રાખીને પણ
મફત શિક્ષણ આપી શક્યા હોત. ૭ વર્ષ પહેલાના સમયમાં અસંખ્ય ફાઇનાન્સ દ્વારા
પી.ટી.સી. કોલેજ કરી ગુજરાતના નાગરીકોએ પોતાના સંતાનોને ડોનેશન ભરી
પી.ટી.સી. કરાવ્યું આવા લાખો ઉમેદવારો બેરોજગાર છે. ત્યારે આ નવો ફતવો બહાર
પાડી બી.એડ. અને અન્ય ઉમેદવારોને પ્રાથમિક શાળાઓમાં ભરતી કરી તો પી.ટી.સી.
ઉમેદવારો બેરોજગાર છે. તેનો વિચાર સુધ્ધા આ શિક્ષણ વિભાગને આવ્યો નથી અને
જરૃરીયાત કરતા વધારે ફાઇનાન્સ કોલેજો ખોલી ગુજરાત રાજ્યના મધ્યમ વર્ગ અને
ગરીબ વર્ગોના ઘરેણા વેચીને પી.ટી.સી. કરાવ્યું આવા નાણા આ બધાને છેતરીને
કોના ખિસ્સા ભરાણા તે એક મોટો સવાલ છે.