Nov 23, 2014

પથરી / Calculus (Pathri) નો ઘરગથ્થુ ઈલાજ

  • લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.
  • ગાયના દુધની છાલમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
  • ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
  • ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.
  • નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
  • કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટી જાય છે.
  • મૂળાના પાનનો રસ કાઢી તેમાં સુરોખાર નાંખી રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
  • પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
  • જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
  • કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
  • કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
  • કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.
  • મૂળાના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળવા, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
  • ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાંખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભુકો થઈ જાય છે.
  • મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
  • મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.