Nov 9, 2014

KUTCH:-OVER SETUP CAMP MA GAMDA NE ANYAY.

શિક્ષકોના ઓવર સેટઅપ સરભરના નામે ગામડા`ને અન્યાય ભુજ : શિક્ષકો માટે ઓવર સેટઅપ સરભર કરવામા` આવતા` ગ્રામ્ય વિસ્તારને શિક્ષકોના મુદ્દે વધુ એક અન્યાય કરાયો હોવાની લાગણી વ્યકત થઇ છે. કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ઓવર સેટઅપ કેમ્પનુ` આયોજન કરાયુ` છે, જેમા` ઓવર સેટઅપમા` આવતા શિક્ષકોને જે-તે શાળા કે ગ્રુપમા` જ સમાવી લઇ ઓવર સેટઅપ સરભર કરાતા` ગ્રામ્ય વિસ્તારોને શિક્ષકો મળવાની આશા ઠગારી નીવડી છે. એક બાજુ શહેરી વિસ્તારમા` મહેકમ કરતા` વધારે શિક્ષકો ફરજ બજાવે છે. જ્યારે ભુજ તાલુકાના બન્ની-પચ્છમ, આહીરપટ્ટી તથા પાવરપટ્ટીમા` શિક્ષકોની વ્યાપક ઘટ છે. જો ઓવર સેટઅપ કેમ્પ નિયમ પ્રમાણે થાય તો આ વિસ્તારને શિક્ષકો મળી શકે તેમ છે. પર`તુ શહેરમા` નોકરી કરતા શિક્ષકોને ગામડા`મા` જવુ` ગમતુ` નહીં હોવાથી ત`ત્ર સમક્ષ રજૂઆત કરી સરભરનો નિર્ણય કરાવી લેતા હોય છે, તેવુ` કોંગ્રેસે જણાવ્યુ` હતુ`. પ્રા. શિક્ષણના બે ભાગ પડી ગયા છે. 1થી 5 અને 6થી 8, બ`નેની લાયકાત પણ અલગ-અલગ છે. 1થી 5મા` પીટીસી જ્યારે 6થી 8મા` ગ્રેજ્યુએશન કરેલા હોય છે, તો પછી 1થી 5વાળો શિક્ષક 6થી 8મા` કેમ સમાવી શકાય ? નિયામકના પરિપત્ર મુજબ વિભાગ વાઇસ ઓવર સેટઅપ કેમ્પ કરવાનો નિયમ છે. જો 1થી 5મા` વધ હોય તો તેને ગ્રુપની કે તાલુકાની શાળામા` જવુ` પડે અને 6થી 8મા` વધુ હોય તો 6થી 8ની નજીકની શાળામા` જવુ` પડે. 31/8/14ની સ્થિતિએ કચ્છમા` 1થી 5મા` અ`દાજિત 569 જ્યારે 6થી 8મા` 61 જેટલા શિક્ષકોની વધ હતી. પર`તુ ઓવર સેટઅપ સરભર થતા` હવે માત્ર 76 જેટલા શિક્ષકો જ ઓવર સેટઅપમા` આવે છે. બાકીના બધા ગોઠવાઇ ગયા છે. એમ ભુજ તાલુકા કોંગ્રેસના મહામ`ત્રી ખેતુભા જાડેજાએ જણાવ્યુ` હતુ.