Nov 28, 2014

NEWS UPDATE.....


 
 

હવે ઈટરનેટ વગર પણ યુ ટ્યુબ પર નોનસ્ટોપ વીડિયો જોઈ શકશો
દુનિયામાં વધતા વીડિયો યુઝર્સને જોતા યુટ્યુબે પોતાની નવી સર્વિસ મ્યુઝીક કી લોંચ કરી છે. આ સર્વિસ દ્વારા યુઝર્સ જાહેરાત વગર અને ઈંટરનેટ સુવિદ્યા વગર પણ હાઈ-ક્વોલિટીવાળા મ્યુઝિક વીડિયોઝ અને અન્ય વીડિયોઝ જોઈ શકો છો. 
આ સર્વિસમાં મ્યુઝિક બેકગ્રાઉંડમાં ચાલતુ  રહેશે મતલબ તમે તમારા અન્ય કોઈ કામ કરતા પણ યુ ટ્યુબ પર મ્યુઝિક સાંભળી શકશો. આ ઉપરાંત જે વીડિયો-મ્યુઝિકના ઓફલાઈન બટન પર ક્લિક કરશો તેને પછી ઈંટરનેટ કનેક્શન વગર કે વાઈફાઈ નેટવર્ક વગર પણ જોઈ શકશો. 
હાલ આ સર્વિસને અમેરિકા અને યુરોપના 6 દેશોમાં જ શરૂ કરવામાં આવ્યુ છે. આ સર્વિસ માટે સ્માર્ટફોન યુઝર્સ માટે એપ પણ લોંચ કરવામાં આવ્યા છે. હાલ ઈંવાઈટ ઓનલી બીટા મોડમાં લોંચ કરવામાં આવેલ આ સર્વિસ સંપૂર્ણ રીતે પેડ રહેશે. આ માટે એક મહિનામાં 7.99 ડોલર (લગભગ 550 રૂપિયા) આપવા પડશે. જેમા ગુગલ પ્લે મ્યુઝિકનુ સબસ્ક્રિપ્શન પણ સામેલ રહેશે. 
મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સ્‍માર્ટ આંગણવાડી પ્રોજેકટના એન્‍ડ્રોઇડ મોબાઇલ એપ્‍લીકેશનનું લોન્‍ચીંગ
મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્‍માર્ટ આંગણવાડી પ્રોજેકટના એન્‍ડ્રોઇડ મોબાઇલ એપ્‍લીકેશનનું લોન્‍ચીંગ
ab patel
આંગણવાડીઓના કૂપોષિત-અતિકૂપોષિત બાળકોને અપાતા ફલેવર્ડ મિલ્‍ક-પોષક આહાર-બાળકનું વજન-આરોગ્‍ય માવજતનું ઓન લાઇન સરળ મોનિટરીંગ ફોલોઅપની પહેલ રૂપ મોબાઇલ એપ્‍લીકેશન ગુજરાતી ભાષામાં ઉપલબ્‍ધ 
મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સ્‍માર્ટ આંગણવાડી પ્રોજેકટની એન્‍ડ્રોઇડ મોબાઇલ એપ્‍લીકેશનનું આજે ગાંધીનગરમાં લોન્‍ચીંગ કર્યું હતું. 
મુખ્‍યમંત્રીશ્રીએ ગતિશીલ ગુજરાત લક્ષ્‍યાંક ૧પ૦ દિવસના કાર્યએજન્‍ડા અંતર્ગત આંગણવાડીઓના કૂપોષિત-અતિ કૂપોષિત બાળકોને ફલેવર્ડ મિલ્‍ક આપવાના કાર્યક્રમમાં બાળકોને અપાતું દૂધ તેમને સમયસર અને પૂરતી માત્રામાં મળે, બાળકના વજનની વધ-ઘટનું નિયમન, વાલીઓને સાંકળી લેવાનો અભિગમ વગેરે તમામ સ્‍વાસ્‍થ્‍ય સંબંધી પ્રક્રિયા પારદર્શી અને ઓનલાઇન એપ્‍લાય થાય તે માટે વડોદરા મહાનગર સેવા સદનની આ એન્‍ડ્રોઇડ મોબાઇલ સેવાની પહેલની સરાહના કરી હતી.
ab patel
શ્રીમતી આનંદીબહેને સ્‍વયં મોબાઇલ ફોન દ્વારા સ્‍માર્ટ આંગણવાડી કેન્‍દ્રની કાર્યકર બહેન સાથે સંવાદ-વાતચીત કરી આ એપ્‍લીકેશન લોન્‍ચ કર્યું હતું અને બાળકોની સારસંભાળ તથા આરોગ્‍ય માવજત વિશે પૃચ્‍છા કરી માર્ગદર્શન આપ્‍યું હતું. 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આઇ,સી,ડી,એસ. યોજના અંતર્ગત ગુજરાતની પ્રથમ પહેલ રૂપે સ્માર્ટ આંગણવાડી માટે વડોદરા મહાનગર સેવા સદનની હાઇ પ્રાયોરિટીવાળી ૮૭ આંગણવાડીઓ પૈકી ૮ આંગણવાડીઓમાં પ્રાયોગિક ધોરણે મોબાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગર સેવા સદન દ્રારા “સ્માર્ટ આંગણવાડી નામનો સોફ્ટ્વેર” તૈયાર કરવામાં આવ્યો છે. આ સોફ્ટ્વેરનો ઉપયોગ આંગણવાડી કાર્યકર સરળતાથી કરી શકે તે માટે ગુજરાતી ભાષામાં બનાવવામાં આવ્યો છે અને કાર્યકરને તેના ઉપયોગની તાલીમ પણ આપવામાં આવી છે.
આ સોફટવેર અન્‍વયે આંગણવાડીમાં આપવામાં આવતી દુધ, ફળ-ફળાદિ, પોષક આહારની સુવિધા અને બાળકોની વિગતે માહિતી બાળકોની સંખ્યા, બાળકનું નામ, જ્ન્મ તારીખ, વજન, ગ્રેડ (લાલ, લીલું, પીળું તથા ઉંચાઇ અને ફોટો વિગેરે અને દુધના પાઉચની સંખ્યા ફળની સંખ્યા ઓનલાઇન જોવા મળે છે. બાળકના વજનમાં સુધારો થતાં તરત જ બાળકના ગ્રેડ (લાલ, લીલું, પીળું) માં આપોઆપ ફેરફાર આંગણવાડી કાર્યકરના અને વી.એમ.સી., આઇ.સી.ડી.એસ.ના સ્માર્ટ ફોનમાં પણ ઉપલબ્‍ધ થાય છે. તેથી સતત મોનિટરીંગ અને ફોલોઅપ પણ થયા કરે છે. આ સેવા ક્રમશઃ વડોદરા મહાનગરની તમામ ૩૦૩ આંગણવાડીઓને પૂરી પાડવામાં આવશે. 
આ મોબાઇલ એપ્‍સ લોન્‍ચ વેળાએ મહિલા બાળકલ્‍યાણ મંત્રી પ્રા. શ્રીમતી વસુબહેન ત્રિવેદી તથા વડોદરા મહાપાલિકા કમિશ્‍નરશ્રી મનિષ ભારદ્વાજ અને અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

દુ:ખદ સમાચાર - ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર ફિલિપ હ્યૂઝનું અવસાન

ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ખેલાડી ફિલીપ હ્યુજેસનુ આજે સવારે અવસાન થઈ ગયુ. ઉલ્લેખનીય છે કે 25 વર્ષીય ફિલીપ શેફીલ્ડ શીલ્ડની એક મેચમાં માથા પર વાગવાથી ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા હતા. 
હ્યુજેસ મંગળવારે સીન એબોટનુ બાઉંસર માથા પર વાગ્યા પછી પિચ પર જ પડી ગયા હતા અને તેમને સ્ટ્રેચર પર ઉઠાવીને હોસ્પિટલ લઈ જવમાં આવ્યા. ત્યારબાદ તેમને સેંટ વિસેંટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવામાં આવ્યુ હતુ.  ઓપરેશન પછી હ્યુજેસ કોમામાં હતો. જ્યારબાદ આજે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.