સામાન્ય વિજ્ઞાનના શિક્ષકોની ભરતીમાં સરકારનું ઓરમાયુ વર્તન
ટેટ-2 પાસ 5 હજાર ઉમેદવારોની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ભરતી કરવા શિક્ષણમંત્રીને આવેદનપત્ર
રાજ્યનીઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સામાન્ય
વિજ્ઞાનના શિક્ષકોની ભરતી કરવામાં ટેટ-2 પાસ થયેલા હજ્જારો ઉમેદવારો સાથે
રાજ્યનું શિક્ષણ ખાતુ ઓરમાયુ વર્તન દાખવતુ હોવાના મામલે અને આગામી સમયમાં
સામાન્ય વિજ્ઞાનાના વિષય માટે શિક્ષકોની ભરતી કરવા ટેટ-2 પાસ થયેલા
રાજ્યભરના ઉમેદવારોએ આજે સરકારને આવેદનપત્ર આપી અન્યાય દૂર કરવા રજૂઆત કરી
હતી. તેમણે નિર્ણય નહીં લેવાય તો આંદોલનની અથવા તો અદાલતનો આશરો લેવાની
ચિમકી ઉચ્ચારી છે.
પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-2) પાસ થયેલા રાજ્યભરના ઉમેદવારો પૈકી 80થી વધુ ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતાં અને રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી. તેમાં જણાવાયુ છે કે 2013માં કેગ દ્વારા જાહેરા કરાયેલા અહેવાલમાં જણાવાયુ છે કે રાઇટ ટુ એજ્યૂકેશનની જોગવાઇ પ્રમાણે ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ઓછામાં ઓછા 3 શિક્ષકો હોવા જોઇએ. પરંતુ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિયમ અપનાવાયો નથી અને માત્ર ગણિત, વિજ્ઞાનાન અને ભાષાના શિક્ષકોને પ્રાધાન્ય આપાવમાં આવ્યુ છે. જ્યારે સામાન્ય વિજ્ઞાનાન વિષયને ગૌણ ગણવામાં આવે છે. જે રાઇટ ટુ એજ્યૂકેશન વિરૂધ્ધ છે. તેના કારણે સામાન્ય વિજ્ઞાન વિષયના ઉમેદવારો સાથે ભારે અન્યાય થઇ રહ્યો છે. તેમ જણાવી ઉમેદવારો દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સામાજિક વિજ્ઞાના વિષયના ટેટ-2 પાસ કુલ 25034 ઉમેદવારોની 5 હજાર કરતાં વધુ જગ્યાઓ ઉપર ભરતી કરી ન્યાય આપવો જોઇએ. આવેદનમાં જણાવાયુ છે કે ધો-1થી 5માં 2 હજાર જગ્યાઓ ઉપર વિદ્યાસહાયકોની ભરતી ચૂંટણી આચારસંહિતા હોવા કરાઇ હતી. તેમજ હાલમાં બીજી 1057 જગ્યાઓ ભરવા મંજૂરી અપાઇ છે અને ધોરણ 6થી 8માં સામાન્ય વિજ્ઞાનના શિક્ષકોની મોટી ઘટ વર્તાતી હોવા છતાં ભરતી કરાતી નથી.
રાજ્યની 57 શાળામાં સા.વિજ્ઞાનનો શિક્ષક નથી
કેગનાઅહેવાલપ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સા.વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા નથી. જેના કારણે આજે રાજ્યની 233 ઉચ્ચ પ્રા.શાળાઓ ફક્ત એક શિક્ષકથી ચલાવાઇ રહી છે. જ્યારે 57 શાળામાં સા.વિજ્ઞાનનો એક પણ શિક્ષક નથી. વાસ્તવમાં ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને સાચુ માર્ગદર્શન મળી રહે તે માટે સા.વિજ્ઞાન વિષયના એક તાલીમી વિષય નિષ્ણાંત શિક્ષકની આવશ્યકતા ગણિત અને ભાષાના શિક્ષક જેટલી હોઇ તાકીદે ભરતી કરવી જોઇએ.