આચાર્ય
અને સંચાલકો સામે પણ તવાઈ : ટયુશન કરતા નથી તેવી લેખિત ખાતરી શિક્ષકોને
આપવી પડશે : ટયુશન પર પ્રતિબંધ છતાં શિક્ષકો ટયુશનમાંવ્યસ્ત.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજયની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો પર ટયૂશન કરવા પર
મૂકવામાં આવેલ છે. તેમ છતાં મોટાભાગનાં શિક્ષકો ટયુશન કરતા હોવાથી
ચોકાવનાકી વિગતો બહાર આવી છે. જેનાં પગલે શિક્ષણ વિભાગે શાળાનાં શિક્ષકો
પાસે ટયુશન નહીં કરવા અંગે બાંદેધારી પત્ર લખાવાનું નક્કી કર્યું છે તેમજ
ટયુશન પરમાં પ્રતિબંધનું પાલન નહી કરનાર શાળાના શિક્ષક ઉપરાંત આચાર્ય અને
સંચાલકો સામે પણ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. પ્રાપ્ત થતી માહીતી મુજબ
શિક્ષણ બોર્ડ દ્વારા રાજયની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં કોઈ પણ
શિક્ષકને ટયુશન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બોર્ડ ટયુશન પર
પ્રતિબંધ મૂકવા બાદ દર વર્ષે શાળાઓનાં આચાર્યો પાસેથી તેમની શાળાનો એકપણ
શિક્ષક ટયુશન કરતા નથી તેવી લેખીત બાંહેધરી પણ મેળવે છે. જો કે શાળાના
આચાર્યોની લેખીત બાંહેધરી છતાં પણ રાજયની મોટાભાગની શાળાઓનાં શિક્ષકો ટયુશન
કરતા હોવાનો ખુલાસો સામે આવ્યો છે. જેનાં કારણે સિક્ષણ વિભાગ દ્વારા તમામ
જિલ્લા શિક્ષણઅધીકારીઓને ટયુશન રજિસ્ટરને રેગ્યુલર રીતે મેન્ટેન કરવાની
સુચના આપી છે. આ અંતર્ગત હવે શાળાનાં આચાર્ય ઉપરાંત શિક્ષકોએ પણ લેખીતમાં
પોતે ટયુશન કરતા નથી તેવી બાંહેધારી આપવાની રહેશે એટલું જ નહી બાંહેધરી
પત્ર લખ્યા બાદ શાળાના આચાર્યે દરરોજ ટયુશનનું રજિસ્ટર મેન્ટેન કરવાનું
રહેશે આ રજિસ્ટ્રમાં શાળાનો કોઈ શિક્ષક ટયુશન કરતો નથી તેવું લખ્યુ હશે
અને જો શાળાનો કોઈ પણ શિક્ષક ટયુશન લેતા પકડાશે તો શિક્ષકની સાથે સાથે
શાળાનાં આચાર્ય અને સંચાલકો સામે પગલા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે
શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પોતાનું ટયુશન આપવા માટે ફરજ પડાવી
હોવાની ચોકાવનારી ફરીયાદ શિક્ષણ બોર્ડ સમક્ષ આવી છે.શિક્ષકો દ્વારા ટયુશન
નહીં આવનાર વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્ક કાપવાની આવનાર વિદ્યાર્થીઓને
ઈન્ટરલ માર્ક કાપવાની ધમકી અપાય છે.