ઉચ્ચ અભ્યાસ કરતાં લોકો જ એન્જિનિયર બની શકે તેવું જરૂરી નથી.ત્યારે
મોવૈયા ગામના એક ખેડુતે પોતાની અનોખી શોધ દ્વારા લોકોને આશ્ચર્યમાં મૂકી
દીધા છે.પડધરીની બાજુમાં આવેલા મોવૈયા ગામના એક ખેડૂત પુત્રે પોતાના ટુ
વ્હીલરને પેટ્રોલમાંથી ડીઝલથી ચાલતું કરી દીધું છે. મોવૈયા ગામના ભીમજીભાઈ
મુંગરા નામના આ ખેડૂતે પોતાના જ બાઈકમાં એક અનોખી નવી ટેકનોલોજી ફીટ કરાવી
છે. સામાન્ય રીતે કોઈ પણ બાઈક હોઈ છે તે પેટ્રોલથી જ ચાલતા હોઈ છે પણ
ભીમજીભાઈએ પોતાની આગવી સૂઝ દોડાવીને એક એવી ટેકનોલોજી ફીટ કરાવી છે કે હવે
તેનું આ ટુ વ્હીલર પેટ્રોલથી નહીં પણ ડીઝલથી ચાલે છે. આ ડીઝલ બાઈક માટે
તેમને મશીનમાં અનેક નવા ફેરફાર કર્યા છે અને ગીયર બોક્સથી માંડી મુખ્ય
એન્જીન પણ જનરેટરનું ફીટ કર્યું છે અને આ એન્જીન વડે તે પોતાના સ્કુટરમાં
120 પ્રતિ કિલોમીટર પ્રતિ લીટર એવરેજ પણ આપે છે.
ભીમજીભાઈ મુંગરાના જણાવ્યા પ્રમાણે પેટ્રોલનું બાઈક મોંઘુ પડે છે એટલે આ
ડીઝલ થી ચાલતું બાઈક બનાવ્યું છે અને તેમાં વિવિધ સ્પેર પાર્ટ્સ ફીટ કર્યા
છે અને તેમાં જનરેટરનું એન્જીન ફીટ કર્યું છે અને એ માટે લગભગ 5000નો છે
અને હાલ 120 કિલોમીટરની એવરેજ આપે છે.
ઉલ્લેખનીય છે કે આમ તો ભીમજીભાઈ ભાઈ પોતાના ગામ મોવૈયામાં એક એન્જિનિયર
જેવા જ માનવામાં આવે છે પુરા 10 ચોપડી પણ અભ્યાસ કર્યો નથી તેમ છતાં તેને
ગામ ની મુખ્ય ગરબી નો આખો મંડપ રીવોલ્વીંગ બનાવ્યો હતો અને સાથોસાથ
મોબાઈલના મિસ કોલ થી ગરબી નો મંડપ શરૂ થતો હતો એટલે ગામના લોકોને આ શોધથી
બહુ આશ્ચર્ય થયું નથી અને તેના આ નવા સંશોધનને સાહજિકતાથી વધાવે છે.