Jan 1, 2015

સોમવારે શિક્ષણ બોર્ડની સામાન્‍ય સભા નિષ્‍ફળ સેમેસ્‍ટર પધ્‍ધતિઃ નવી સ્‍કુલોની નીતિ ચર્ચાશે લીવીંગ સર્ટીફીકેટ ફેરફાર કરવો કે નહી તે અંગેનો પ્રસ્‍તાવ કારોબારી નિર્ણય કરશે

🍀  ગુજરાત રાજય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.પના સામાન્‍ય સભાની બેઠક મળશે જેના ધો.૧ર સાયન્‍સની નિષ્‍ફળ ગયેલી સેમેસ્‍ટર પધ્‍ધતિ નવી સ્‍કુલોની મજુરીથી નિતી નકકી થશે. શિક્ષણ બોર્ડ-ગાંધીનગરની સામાન્‍ય સભા તા. પ જાન્‍યુ.ને સોમવારના બપોરે૧ર કલાકે ગાંધીનગર ખાતે મળશે. આ સામાન્‍ય સભામાં વર્ષ ર૦૧૪-ર૦૧પનું સુધારેલ અંદાજપત્ર અને વર્ષર૦૧પ-ર૦૧૬ નુ સુચિત અંદાજપત્ર મુકવવામાં આવશે. તેમજ બોર્ડ સભ્‍યો તરફથી મળેલા પ્રશ્નો ઉપર ચર્ચા થશે. આ સભામાં ડો. હરેશ વાઢરે, ડો. પ્રિયવદન કોરાટ, વાલભાઇ ખેર, ઘનશ્‍યામસિંહ ઝાલા દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને લગતા તેમજ શાળાઓને સ્‍પર્શતા પ્રશ્‍નો રજુ કરવામાં આવ્‍યા છે. જયારે ડો. પ્રિયવદન કોરાટ દ્વારા પ્રસ્‍તાવ રજુ કરવામાં આવેલ છે, જે પ્રસ્‍તાવમાં ધર્મ પરિવર્તન કરનાર વ્‍યકિતના લીવીંગ સર્ટીફીકેટમાં ધર્મ અને જ્ઞાતિ બદલી શકાતા નથી. આથી ધર્મ પરિવર્તન કરનારના લીવીંગ સટીફીકેટમાં જાહેર હિતમાં ધર્મ અને જ્ઞાતિમાં સુધારો આપવો, તે મતલબનો છે બોર્ડના નિયમ મુજબ સામાન્‍ય સભામાં કોઇ બોર્ડ સભ્‍ય પ્રસ્‍તાવ મુકે તો તે પ્રસ્‍તાવ સામાન્‍ય સભામાં મુકવો કે કે મ ? તે નિર્ણય કારોબારી સમિત નકકી કરે છે. સભ્‍યોના પ્રશ્નો ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહની ઉતરવહિનું પુનઃમુલ્‍યાંકન, નિષ્‍ફળ ગયેલ સેમેસ્‍ટર પધ્‍ધતિ, રાજકોટ જીલ્લાની જુન ર૦૧૩-૧૪ બાકી શાળા નોંધણી જેવા પ્રશ્‍નો પુછેલ હોય, સામાન્‍ય સભામાં સારી એવી ચર્ચા થશે.