Jan 20, 2015

પોલીસ ભરતી ૨૦૧૪ માટે ફાળવેલ કેન્દ્રો માં ગરીબ પરિસ્થિતિમાંથી આવતા ઉમેદવારોને ગંભીર અન્યાય .............!

પોલીસ ભરતી બોર્ડ દ્રારા  તા.૧૦ /૦૧/૨૦૧૫  ના રોજ જાહેર કરવામાં આવલે પોલીસ કોન્સ્ટેબલ, એ.એસ.આઇ. અને પો.સ.ઇ. વર્ગ-૩ સવંર્ગ ની  સીધી ભરતી ના કોલ લેટર મુજબ  ગુજરાત ના દરેક જિલ્લાના ઊમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી (PET) માટે બહુજ દૂર ના અંતરે કેન્દ્રો  ફાળવવામાં  આવ્યા છે જે બહુ જ અન્યાય નો નિર્ણય છે.
   --》ગુજરાત માં ૧૬ કેન્દ્રો જાહેર કરેલ હોવા છતાં પણ ઉમેદવારોને દૂર ના કેન્દ્રો આપવામાં આવેલ છે. જે ઉમેદવારોના રેહેઠાણ થી બહુ જ દૂર છે તેવા કેન્દ્રો આપેલ છે.જાહેરાતમાં જણાવ્યા મુજબ  ઊમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી (PET) માટે સ્વ-ખર્ચે ભાગ લેવાનો રેહશે. ગરીબ પરિસ્થિતિમાથી આવતા ઉમેદવારો આટલા દૂર ના અંતરે જવા માટે વાહન વ્યવહાર માટે ભાડું,જમવાનું,રેહવાનુ  તેમજ અન્ય ખર્ચ થી પહોંચી ના શકે કદાચ ભરતી માટે ના પણ જાય એવું બની શકે છે . જેમ કે વડોદરા જીલ્લાના ઉમેદવારો ને શારીરિક ક્ષમતા કસોટી (PET) માટે વલસાડ  કેન્દ્ર ફાળવેલ છે જે વડોદરા થી ૨૫૦ km ના અંતરે આવેલ છે. જેને લીધે ઉમેદવારોએ એક-બે  દિવસ અગાઉ જ કેન્દ્ર પર જવું પડે. જ્યાં રેહવાની સગવડ ના થાય તો જેનાથી ઉમેદવારો શારીરિક તેમજ માનસિક રીતે ભાંગી પડશે.જો ઉમેદવારોને નજીક ના કેન્દ્રો ફાળવવામાં આવે તો દરેક ઉમેદવાર ભરતી માં ભાગ પણ  લઈ શકશે અને સારું એવું પરિણામ પણ મેળવી શકશે.
૨૦૧૧-૧૨ ની પોલીસ ભરતી માં પણ ઉમેદવારોને નજીક ના કેન્દ્રો ફાળવેલ હતા અને શાંતિપૂર્ણ રીતે કસોટી પૂર્ણ થયેલ હતી.

No comments:

Post a Comment