હાયર મેસેજ અંક ઓકટોબર-નવેમ્બર પી.ડી.એફ. Clik here
સેમેસ્ટર સિસ્ટમ હટાવવા સહિતના મુદ્દા સાથે ડીએસઓનું સંમેલનઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનનું પાંચમું ગુજરાત રાજય વિદ્યાર્થી સંમેલન આગામી તા.૧૦-૧૧ જાન્યુઆરીએ યોજાશે. ૨૮મી ડિસેમ્બરે ડીએસઓની સ્થાપનાને ૬૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે ગોવર્ધનરામ સ્મૃતિમંદિર,ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે યોજાનારા સંમેલનમાં રાજયભરમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ, શિક્ષકો, વાલીઓ, આચાર્યો અને અગ્રણી નાગરિકો ભાગ લેશે. સંમેલનમાં સેમેસ્ટર પધ્ધતિ રદ કરવાની માંગ કરાશે. સેમેસ્ટરથી ધો.૧૧-૧૨ના અભ્યાસના માળખાને ખતમ કરી નાખ્યું છે. કોલેજમાં તો કોઇ ભણાવતું જ નથી. આ પધ્ધતિ હટાવવા માટેનો ઠરાવ કરાશે. આ સિવાય શિક્ષણમાં રાજકીય દખલગીરી બંધ થાય, તમામ માધ્યમોમાં અશ્લિલતા-અપસંસ્કૃતિને છૂટો દોર અપાઇ રહ્યો છે તે બંધ થાય તે સહિતના ઠરાવો કરવામાં આવશે.