૯મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે પરીક્ષા : વાયબ્રન્ટ ગુજરાત અને અન્ય કાર્યક્રમોને લઇ માંગ કરાઈ
અમદાવાદ, તા.૬,ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસિટી (જીટીયુ) દ્વારા સરકારી કર્મચારઓની બઢતી અને પગાર વધારા માટે ફરજીયાત એવી સીસીસીની પરીક્ષા નવ જાન્યુઆરીનાં રોજ લેવામાં આવનાર છે. જો કે નવ જાન્યુઆરી ના રોજ મોટાભાગના સરકારી કર્મચારીઓ પ્રભાવી ભારતીય દિવસની યોજનાની અને વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ સમિટની તૈયારીમાં વ્યસ્ત હોવાનાં કારણે આ પરીક્ષા પાછી ઠેલવા માઠે માંગ ઉઠવા પામી છે. પ્રાપ્ત થતી માહીતી મુજબ ગુજરાત સરકારના કર્મચારીઓને બઠતી અને પગાર વધારાના લાભ મેળવવા માટે સીસીસીની પરીક્ષા પાસ કરવી ફરજીયાત બનાવાયેલ છે, ત્યારે રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરીક્ષાના આયોજન અને સંચાલનની કામગીરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીને સોપવાામાં આવેલ છે જે અંતર્ગત જીટીયુ દ્વારા સરકારી કર્મચારીઓ માટે આગામી નવ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સવારે નવ કલાકે ગાંધીનગર ખાતે સીસીસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે ગાંધીનગર ખાતે ૭થી ૧૩ જાન્યુઆરી દરમિયાન પ્રવાસી ભારતીય દિવસ અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરીત દેશ-વિદેશનાં અંત કે મહાનુભાવો હાજર રહેવાનો છે જેના કારણે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. તેમજ મોટાભાગના રસ્તાઓ બ્લોક કરીને ડાર્યવઝન આપવામાં આવ્યા ંછે. જેનાં કારણે પ્રવાસી ભારતીય દિવસે અને વાઈબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમના બંદોબસ્તના કારણે સીસીસીની પરીક્ષા આપવા માટે ગુજરાતભરમાંથી આવનાર સરકારી કર્મચારીઓ પોતે સમયસર પરીક્ષા સ્થળે પહોચી શકશે કે કેમ તે બાબતને લઈ ચિંતિત બન્યા છે. આથી આ પરીક્ષા ૯ જાન્યુઆરીની જગ્યાએ ઉત્તરાયણ પછી યોજવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.