ઘર વપરાશમાં પાણી ગરમ કરવા માટે અવાર નવાર ઉપયોગમાં લેવાતુ ગેસ ગીઝર
ક્યારેક જોખમી પુરવાર થઇ શકે છે.જો ગેસ ગીઝરની માટે ગેસ સપ્લાય કરતી
પાઇપમાં નાનકડી પણ ત્રુટી હોય તો સુરત જેવી કે તેનાથી પણ મોટી હોનારત થઇ
શકે છે.
શિયાળાના દિવસોમાં પાણી ગરમ કરવા માટે ગેસ ગીઝરનો ઉપયોગ હવે સામાન્ય બની
ગયો છે કોઇ પણ સામાન્ય વ્યકિત આરામથી તેનો ઉપયોગ કરી શકે છે પણ આ સામાન્ય
લાગતી પ્રક્રિયા ઘણીવાર અસમાન્ય ઘટનાને આમંત્રણ આપી શકે છે ગેસ ગીઝરની વાત
કરવામાં આવે તો તેની બનાવટમાં તાંબાની કોયલનો ઉપયોગ થયેલો હોય છે જેવો
પાણીનો નળ શરૂ કરવામાં આવે કે તરતજ ગીઝર ફ્લેમ સાથે શરૂ થાય છે અને કોયલની
મદદથી પાણી ગરમ થાય છે પણ જો ગેસની પાઇપમાં કોઇ પણ પ્રકારની સામાન્ય ત્રુટી
રહી ગઇ હોય અને ગેસ લીકેજ થાય તો બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહેલી છે.
ફાયરના ઓફીસરના કહેવા પ્રમાણે ગેર ગીઝરના ઉપયોગમાં જો થોડીક સાવચેતી
રાખવામાં આવે તો તેની સંભવીત હોનારત થી બચી શકાય છે તેમના કહેવા પ્રમાણે
ગેસ ગીઝરને ખુલ્લી જગ્યાએ ફીટ કરવું જોઇએ અને જ્યારે તેનો ઉપયોગ ન હોય
ત્યારે ગેસ સપ્લાયનો મુખ્ય વાલ્વ બંધ કરવો જોઇએ.
No comments:
Post a Comment