અમેરિકાના ઓનલાઇન સર્ચ માર્કેટમાં ઇન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલે ભલે પોતાની
બાદશાહત જાળવી રાખવામાં સફળ રહ્યું હોય પરંતુ સર્ચ એન્જીન તરીકે તેમાંથી
સતત ઘટી રહેલી ભાગીદારી ચિંતાનો વિષય છે. તમને જણાવી દઇએ કે અમેરિકી સર્ચ
માર્કેટ ઉપર તેની ભાગીદારી 75.2 ટકા રહ્યો છે જે ગત વર્ષે 79.3 ટકા રહ્યો
હતો.
ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેટ સર્ચ એન્જીન માર્કેટમાં ગૂગલની તુલનામાં યાહૂ હજી
પણ ગણું પાછળ છે પરંતુ જે રીતે ગત વર્ષના 7.4 ટકાની ભાગીદારીની તુલનામાં આ
વર્ષે 10.4 ટકાનો કબ્જો જમાવ્યો છે એ જોતા જણાય છે કે તે આગામી દિવસોમાં
જરૂર ગૂગલથી આગળ નિકળી જશે. ઇન્ટરનેટ સર્ચ એન્જીન ડેટાની જાણકારી રાખનાર
કંપની સ્ટેટકાઉન્ટરના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરમાં ગૂગલે અમેરિકી ઓનલાઇન
સર્ચમાં 75.2 ટકાનો કબ્જો જમાવી રાખ્યો હતો.જ્યારે ગત વર્ષની તુલનાથી ઓછી
છે. જોકે, ગુગલ હજી પણ ઇન્ટરનેટ સર્ચનો બાદશાહ છે.
આ ઉપરાંત માઇક્રોસોફ્ટ બિંગ 12.5 ટકા બજારમાં શેરની સાથે બીજા નંબર ઉપર છે
જ્યારે 10.4 ટકા સાથે યાહૂ ત્રીજા સ્થાન ઉપર રહ્યું છે. યાહૂએ છેલ્લા પાંચ
વર્ષ પછી પહેલીવાર આટલી વધારે સફળતા મેળવી છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેટ સર્ચ એન્જીન માર્કેટમાં ગૂગલની તુલનામાં યાહૂ હજી પણ ગણું પાછળ છે પરંતુ જે રીતે ગત વર્ષના 7.4 ટકાની ભાગીદારીની તુલનામાં આ વર્ષે 10.4 ટકાનો કબ્જો જમાવ્યો છે એ જોતા જણાય છે કે તે આગામી દિવસોમાં જરૂર ગૂગલથી આગળ નિકળી જશે. ઇન્ટરનેટ સર્ચ એન્જીન ડેટાની જાણકારી રાખનાર કંપની સ્ટેટકાઉન્ટરના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરમાં ગૂગલે અમેરિકી ઓનલાઇન સર્ચમાં 75.2 ટકાનો કબ્જો જમાવી રાખ્યો હતો.જ્યારે ગત વર્ષની તુલનાથી ઓછી છે. જોકે, ગુગલ હજી પણ ઇન્ટરનેટ સર્ચનો બાદશાહ છે.
આ ઉપરાંત માઇક્રોસોફ્ટ બિંગ 12.5 ટકા બજારમાં શેરની સાથે બીજા નંબર ઉપર છે જ્યારે 10.4 ટકા સાથે યાહૂ ત્રીજા સ્થાન ઉપર રહ્યું છે. યાહૂએ છેલ્લા પાંચ વર્ષ પછી પહેલીવાર આટલી વધારે સફળતા મેળવી છે.