Feb 23, 2015

વિશ્વ માતૃભાષા દિન ( 21મી ફેબ્રુઆરી)

ગુજરાત પાસે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વૈભવી વારસો લગભગ હજાર વર્ષ જેટલો પ્રાચીન છે, જેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે. આઝાદ થયાને અડધી સદીથી વધુ સમય વિત્યા બાદ ગુજરાતમાં શૈક્ષણિક, વહીવટી તેમજ વ્યવહારમાં ગુજરાતી ભાષાનું મહત્વ ઓછું થતું રહ્યું અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું રહ્યું છે . ભારતીય પ્રાદેશિક ભાષાઓના સંરક્ષણ-સંવર્ધનમાં આપણે ઊણાં ઊતર્યાં છીએ. પાશ્ચાત્ય સાંસ્કૃતિક અને સામાજિક આક્રમણને કારણે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃતિ અને પરંપરાની અવગણના થતી રહી છે. જાણ્યે-અજાણ્યે આજે આપણે પોતાની ઓળખ ગુમાવી રહ્યાં છીએ. 
 ઉદ્દેશ : સમગ્ર સમાજને અને યુવાવર્ગને લક્ષમાં રાખીને ગુજરાતી ભાષા પરત્વે સભાનતા કેળવાય, તેના પ્રત્યે આદર અને ગૌરવની લાગણી જન્મે તથા ગુજરાતી ભાષા-સાહિત્યનું આસ્વાદલક્ષી આકલના થાય તેના વિવિધ સ્વરૂપમાં માણી શકાય તે માટેના સઘન પ્રયત્નો કરવાનો છે. વિશ્વભરના ગુજરાતીઓ માટે અનેકસ્તરીય કાર્યક્રમો યોજવા અને એ રીતે સાહિત્ય-સંસ્કૃતિના ચાહકોને જોડવા એવો પણ  ઉદ્દેશ છે.
Image result for matrubhasha din image
માતૃભાષા દિન વિષેની માહિતી માટે અહી ક્લિક કરો 

No comments:

Post a Comment