એક માસ્તરની કવિતા
"હું એક માસ્તર ઉર્ફે ચોક અને ડસ્ટર !
લખવૂ અને ચેકવૂ આ જ મારો ક્રમ ,
આ જ દુનિયાનો સૌથી મોટો ભ્રમ છે !
ડોકટર હોત તો દર્દીને ખંખેરત ,
રાજકારણી હોત તો રૈયત (પ્રજા) ને ખંખેરત ,
કવિ હોત તો તારાઓને ખંખેરત ,
કઈક ખંખેરવૂ તો પડશે ને !
એટલે જ તો
હું માસ્તર ખંખેરતો રહયો છુ.
ખંખેરતો રહીશ
- મારી અને મારા વિદ્યાર્થીઓની આળસ...…"
No comments:
Post a Comment