Feb 25, 2015

ગુજરાત BUDGET: સરદાર સરોવર માટે 9 હજાર, સ્ટેચ્યુ ઓફ યુનિટિને 915 કરોડ, મેટ્રો માટે રૂ. 611 કરોડ

ગાંધીનગર : નાણાં મંત્રી સૌરભ પટેલે ગુજરાતનું વર્ષ 2015-16નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું છે. બજેટનું કદ 1,39,139 કરોડ જે ગત વર્ષ 2014-15 વર્ષના બજેટ કરતા લગભગ 10 ટકા જેટલો વધારો સૂચવે છે. બજેટમાં વાર્ષિક યોજનાનું કદ 79,295 કરોડ છે. જે ગત વર્ષ કરતા 11 ટકા વધારે છે. રાજ્યનું આ બજેટ 125 કરોડની એકંદર પુરાંત તેમજ 9308 કરોડની મહેસૂલી પુરાંત દર્શાવે છે.

બજેટના મુખ્ય મુદ્દા

-વાર્ષિક યોજનાનું કદ 79295.11 કરોડ
- અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રૂ. 611 કરોડ
-સરદાર સરોવર યોજના માટે 9 હજાર કરોડની જોગવાઈ
-નર્મદા ડેમ પર ગેટ મુકવા 216 કરોડ
-સ્ટેચ્યુ ઓફ યુનિટ માટે 915 કરોડની જોગવાઈ
-સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે 2102 કરોડ
-ગ્રામીણ વિકાસ માટે 2238 કરોડની જોગવાઈ
-સામાજિક યોજનાઓ 38,484 કરોડની ફાળવણી, કુલ ફાળવણીમાં 48.53 ટકા હિસ્સો
- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન(NULM) અને ઉમ્મીદ યોજના માટે રૂ. 53.12 કરોડ
- મિશન મંગલમ(અર્બન) યોજના માટે 31.40 કરોડ
-કલ્પસર યોજના માટે 4 હજાર કરોડ
-સબમાઈનોર કેનાલો માટે 2100 કરોડ

કરવેરાની દરખાસ્તો

-ઈમિટેશન જ્વલેરી પર વેરો 5 ટકાથી ઘટાડીને 1 એક ટકા કરવાની દરખાસ્ત
-ગર્ભે નિરોધક ગોળીઓ પર સંપૂર્ણ વેરા માફી
-અમદાવાદ અને વડોદરા સિવાયના એવિએશન ટર્બાઈન ફ્લૂએલ પરની ડ્યુટી ઘટાડાઈ
-ઈસબગુલ પર સંપૂર્ણ વેરામાફી
-ટેકનિકલ ટેક્સટાઈલમાં રો મટિરિયલ પર 5 ટકાના દર

કૃષિ અને સહકાર વિભાગ ક્ષેત્રે જોગવાઈ

-કૃષિ અને સહકાર વિભાગ માટે કુલ 4878.20 કરોડ
-રાષ્ટ્રીય કૃષિ વિકાર યોજના હેઠળ 601 કરોડ
-કૃષિ સંશોધન અને શિક્ષણ હેઠળ કૃષિ યુનિવર્સિટી માટે 346.59 કરોડ
-ખેતીની જમીનમાં જળ સંરક્ષણની કામગીરી માટે 254.68 કરોડ
-નવી ઓર્ગેનિક ફાર્મિગ પોલિસી અમલમાં મુકવા 10 કરોડ
-ખેડૂતોને નવા ટ્રેક્ટર માટે સહાય માટે 120 કરોડ
-સિંચાઈ માટે 13937 કરોડની જોગવાઈ

આરોગ્ય ક્ષેત્રે જોગવાઈ

-આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 7821.63 કરોડ
-મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના પેટે 120 કરોડ
-અંતરિયાળ ગામો સુધી આરોગ્ય કેન્દ્રોનો વ્યાપ વધારવા નવા 1035 પેટા આરોગ્ય કેન્દ્ર, 130 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 32 સામૂહિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાના આયોજન માટે 38.19 કરોડ
-108 ઈમરજન્સી સેવામાં 110 નવી એમ્બ્યુલસન પુરી પાડવા માટે 16.50 કરોડ
-રાજ્યની જુદીજુદી હોસ્પિટલોમાં લેબોરેટરી અને રેડિયોલજીના આધુનિક ઉપકરણો માટે 231.70 કરોડ
-રાજ્યની 10 હોસ્પિટલો ખાતે હેમોડાયાલિસિસ યુનિટ શરૂ કરવા 1.50 કરોડ

સામાજિક સહાય ક્ષેત્રે જોગવાઈ

-વિધવા સહાય યોજના હેઠળ 1.25 લાખ લાભાર્થીઓ માટે 177.18 કરોડ
-140 વર્તમાન મહિલા અદાલતો તતા 20 નવી મહિલા અદાલતો માટે 44.31 કરોડ
-વૃધ્ધ પેન્શન યોજના હેઠળ 5.50 લાખ લાભાર્થીઓ માટે 286.86 કરોડ
-નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટે 48.52 કરોડ
-વિકલાંગ પેન્શન યોજના માટે 50 કરોડ

શિક્ષણ ક્ષેત્રે જોગવાઈ

-શિક્ષણ વિભાગ હેઠળ કુલ 22797.79 કરોડની જોગવાઈ
-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે 1122.94 કરોડ
-સૌરાષ્ટ્રમાં એક નવી યુનિવર્સિટી, પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુર, મહીસાગર સહિતના આદિજાતિ વિસ્તારોને આવરી લેતી એક નવી યુનુવર્સિટી માટે 55 કરોડ
-જે તાલુકાઓમાં એક પણ કોલેજ નથી ત્યા કોલેજ શરૂ કરવાનું આયોજન
-લીલીયા, બરવાળા, ગારિયાધાર, ઉમરપાડા, ખંભાળીયા, સાંતલપુર, મોરવા-હડફ, માંડલ, પાટડી અને ક્વાંટ ખાતે નવી કોલેજ માટે 20 કરોડ

આદિજાતી વિકાસ ક્ષેત્રે જોગવાઈ

-આદિજાતી વિકાસ માટે કુલ 9690.53 કરોડનું આયોજન઼
-ધોરણ પાંચ સુધી કન્યાઓને 500 રૂપિયા અને તે પછી 750 રૂપિયાની સ્કોલરશીપ
- ધોરણ આઠ સુધી કુંમારોને 500 રૂપિયા અને તે પછી 750 રૂપિયાની સ્કોલરશીપ
-પ્રિ મેટ્રિક સ્કોલરશીપ માટે કુલ 178.75 કરોડ
-આશ્રમશાળા માટે વિદ્યાર્થીદીઠ 1500 રૂપિયાની સહાય, કુલ જોગવાઈ 36.30 કરોડ
-આદિજાતી વિસ્તારોમાં રસ્તાઓ માટે 50 કરોડ

પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે જોગવાઈ

- સરદાર આવાસ યોજના માટે રૂ. 616.25 કરોડ
-બીપીએલ કુંટુંબોને આવાસ સહાય માટે ઇન્દિરા આવાસ યોજના હેઠળ રૂ. 254.76 કરોડ
- સાગરલક્ષ્મી પ્રોજેક્ટ રૂ. 9.20 કરોડ
પાણી પુરવઠો
- ગ્રામ્ય પીવાના પાણી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 532 કરોડ
- વનબંધુ કલ્યાણ યોજના માટે રૂ. 445 કરોડ
-વન અને પર્યાવરણ માટે પ્લાન અને નોન-પ્લાન હેઠલ કુલ જોગવાઈ રૂ. 1126 કરોડ
- હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ગરમ પાણીની સગવડ માટે રૂ. 5 કરોડ
- ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી માટે 64.58 કરોડ
-નેશનલ સાયક્લોન રિસ્ક મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રૂ. 60 કરોડ
- ટ્રાફિક સમસ્યા હલ કરવા 1500 વધારાની જગ્યા ભરવા માટે રૂ. 21.84 કરોડની જોગવાઇ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે પ્લાન અને નોન-પ્લાન હેઠળ રૂ. 10269.74 કરોડ
- સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 3069.79 કરોડ
- શહેરી ગરીબોને વાજબી કિંમતે ઘર આપવા મુખ્યમંત્રી ગૃહ યોજાના માટે રૂ. 1100 કરોડ
- આગામી વર્ષમાં અંદાજે બે લાખ નવા મકાનોનું આયોજન
- સ્લમ રિહેબીલિટેશનની પીપીપી યોજના અંતર્ગત અંદાજે 50 હજાર આવાસોનું આયોજન
-સ્માર્ટ સિટી માટે અર્બન ડેવલપમેન્ટ મિશન માટે રૂ. 575 કરોડ
-પંચાયત હસ્તકના રસ્તા પહોળા કરવા 175 કરોડ
-કિસાનપથ યોજના હેઠળ 70 કરોડ
-નવા જિલ્લાઓ તથા તાલુકાઓમાં સેવા સદન માટે 143 કરોડ
-અમદાવાદમાં બહુમાળી મકાન તથા સરકારી કર્મચારીઓ માટે મકાન બાંધવા 60.89 કરોડ

ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે જોગવાઈ

-ઉર્જા ક્ષેત્ર માટે 6660 કરોડ
-ખેડૂતો. ગ્રામ પંચાયતો, ગરીબ પરિવારોને વીજળી બિલમાં રાહત માટે 4470 કરોડ
-સિક્કા અને ભાવનગરમાં નવાં વીજમથખો દ્વારા 1000 મેગા વોટ વીજ ઉત્પાદન
-42,700 ગરીબ પરિવારોને વિના મૂલ્યે વીજ જોડાણ
-એક લાખથી વધુ નવાં કૃષિ જોડાણો માટે 1158.13 કરોડ
-સાગર ખેડૂ યોજના હેઠળ 425 કરોડ
-કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ 150 કરોડ
-25 નવાં સીઓએનજી સ્ટેશન, 1.75 લાખ નવાં પીએનજી દજોડાણ
-ખેડૂતોને સોલાર પંપથી સિંચાઈ માટે 60 કરોડ
-ખેડૂત પરિવરોને સોલાર ઉર્જા માટે 50 કરોડ

માર્ગ અને મકાન ક્ષેત્રે જોગવાઈ

-માર્ગ અને મકાન વિભાગનની કુલ જોગવાઈ 8297 કરોડ
-કામ ચાલુ છે તેવા 30 પુલો તથા નવા પુલો માટે 170 કરોડ
-બેટ દ્વારકાને જોડતો પુલ
-વડોદરા-અંકલેશ્વર રોડ માટે 50 કરોડ
-ઘોરીમાર્ગોને દ્વિમાર્ગીય કરવા 282 કરોડ
-રસ્તા અને આરઓબી માટે 135 કરોડ
-ગુજરાત સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ હેઠળ 407કરોડ
-રસ્તાઓનું રીસરફેશિંગ કરવા માટે 491 કરોડ
-આદિજાતી વિસ્તારમાં 250થી ઓછી વસ્તીનાં ગામોને જોડવા માટે 68 કરોડ
  

No comments:

Post a Comment