Mar 27, 2015

Current Affairs સામાન્ય જ્ઞાન તા.27/3/15.

૧) ભારતીય કલાકાર ભરતી બેટને કળા, ચિત્ર, શિલ્પ અને આર્ટવર્કમાં યોગદાન આપવા બદલ ફ્રાંસનો સર્વોચ્ચ સાંસ્કૃતિક એવોર્ડ શેલાલીયેર દેશ, આર્ટસ દેશ, લેટર્સ એનાયત થયો.આ એવોર્ડ ફ્રાન્સના ભારત ખાતેના રાજદૂતે આપ્યો.
૨) હાલમાં ડોલી શિવની ચેરુ કુરીનું નામ ઇન્ડિયા બૂક રેકોર્ડમાં યુવા તીરંદાજ તરીકે નોંધવામાં આવ્યું છે.
૩) મધ્યપ્રદેશ સરકાર રાષ્ટ્રીય કવિ પ્રદીપ પુરસ્કારની જાહેરાત કરે છે, હાલ આ પુરસ્કાર ગોપાલદાસ નીરજને મળેલ છે.
૪) હાલ વધારે વપરાતી વેબસાઈટ ટ્વિટરના સી.ઈ.ઓ. દિક કોસ્ટોલા છે.
૫) હાલમાં કેન્દ્ર સરકાર દ્વાર દેશના લોકોના સીધા સંપર્કમાં રહેવા માટે ટ્વીટર સંવાદ નામનો કાર્યક્રમ જાહેર કરેલ છે.
૬) આઈ.સી.સી. વિશ્વકપ સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૯૫ રનથી હરાવ્યું. ભારત વિશ્વકપ માંથી બહાર થયું.
૭) તા. ૨૬/૩/૧૫ ના રોજ ગુજરાતના સાણંદ નજીક ફોર્ડ મોટર પ્લાન્ટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યું, અને ગુજરાતમાં તૈયાર થયેલ પહેલી ફોર્ડ મોટર લોન્ચ કરી.
૮) અમદાવાદની કિડની હોસ્પિટલને સ્ટેટ યુનિવર્સીટી નો દરજ્જો આપવા માટેનું વિધેયક ગુજરાતની વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું. વિશ્વની પહેલી ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સીટી આકાર લેશે ગુજરાતમાં.
૯) ગઈકાલે રમાયેલી ભારત - ઓસ્ટ્રેલિયા સેમી ફાઈનલમાં મેચમાં ૧૦૫ રન બનાવેલા સ્મિથને મેંન ઓફ ધી મેચ જાહેર કરાયો.
૧૦) સ્પ્રેકટ્રમ હરરાજીમાં ૧ લાખ ૧૦ હજાર કરોડથી વધુ રકમ મેળવતી સરકાર ૧૯ દિવસ અને ૧૧૫ રાઉન્ડના અંતે સમાપ્ત થઇ સ્પ્રેકટમની કાર્યવાહી.

No comments:

Post a Comment