Apr 2, 2015

વ્યંજનો અને સ્વરોની મજાની વાતો

વ્યંજનોના અક્ષરોનો સમૂહ કે જેને આપણે કક્કો કહીએ છીએ તે ક થી જ્ઞ સુધીના અક્ષરોમાં ક્ષ અને જ્ઞ બંને હકીકતે ક્શ અને ગ્ન હોઈ એની ગણના સ્વતંત્ર વ્યંજનો તરીકે થતી નથી. એ જ રીતે સ્વરોનો સમૂહ કે જેને આપણે બારાખડી (બારાક્ષરી)કહીએ છીએ તેમાંના ઐ અને ઔ એ બંને સ્વરો પણ અ + ઇ અને અ + ઉ મળીને થતાં હોઈ એને પણ સ્વતંત્ર સ્વર ગણાતા નથી. હવે બારાખડીના  ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં. ક: એ બાર અક્ષરો પણ શીખવા પૂરતા જ છે. આપણા આઠમા-નવમા ધોરણના ગુજરાતી અભ્યાસક્રમ મુજબ સ્વરો આઠ જ હોઈ બારાખડીને બદલે આઠાખડી કહી શકાય ! હવે આપણા ગુજરાતી કક્કાની એક એવી ખાસિયત જોઈશું કે જેને જાણીને વાચકો સૌ આશ્ચર્યચકિત થઈ જશો !! આ કક્કો કે જે આપણને સંસ્કૃત પાસેથી મળ્યો છે તેની રચના અદભુત વૈજ્ઞાનિક રીતે થઈ છે....કક્કાને જે રીતે શીખવવામાં આવે છે તે કોઠો જો ધ્યાનથી જોઈશું તો આપણે આપણી માતૃભાષા માટે અત્યંત ગૌરવ અનુભવી શકીશું !!! જાણવું છે, એ કોઠા વીષે ? જાણવી છે એની અજબની શાસ્ત્રીયતા ? તો જુઓ —
| ક| ખ | ગ | ઘ | ङ | [કંઠના સ્થાને જીભ અટકે ] ------------------ | ચ | છ | જ | ઝ | ञ | [તાળવા પાસે જીભ અટકે] ------------------------- ટ| ઠ | ડ | ઢ | ણ|  [મુર્ધ સ્થાને જીભ અટકે ] ------------------------- | ત | થ | દ | ધ | ન | [દાંતના સ્થાને જીભ અટકે] ------------------------- | પ | ફ | બ | ભ | મ | [હોઠના સ્થાને હવા અટકે ] -------------------------
અહીં સુધી તો બરાબર છે પણ ખરી મજા તો દરેક લાઈનમાંના ङ, ञ, ણ, ન, મ આ પાંચમા અક્ષરોની જે ગોઠવણી થઈ છે તેની શાસ્ત્રીયતા છે. એની વીગતો જાણીને તો દંગ જ થઈ જવાય તેવું છે !! આ એક-બે બાબતોમાં જ આપણી ભાષા અંગ્રેજી વગેરે કરતાં કેટલી બધી શાસ્ત્રીય રીતે ગોઠવાઈ છે તેની જાણ થાય છે……
જુઓ, પ્રથમ લાઇનના ચારેય અક્ષરોને વારાફરતી બોલી જોશો તો જીભ એક જ જગ્યાએ કંઠના સ્થાને અટકતી અનુભવાય છે. એટલે એ ચારેય અક્ષરો સાથેના અનુસ્વારો માટે ङ  પ્રયોજાય છે; એ જ રીતે બીજી લાઇનના ચારેય અક્ષરોના ઉચ્ચાર વખતે જીભ તાળવે ટકાય છે ને તે ચારેયને માટેના અનુસ્વારો માટે ञ નું નિશાન પ્રયોજાય છે; ત્રીજી લાઇનના અક્ષરોના ઉચ્ચાર વખતે જીભ દાંત પાસે અટકે છે ને તે ચારેયના અનુસ્વાર માટે ન પ્રયોજાય છે...જ્યારે પાંચમી લાઇનના ચારેય અક્ષરો ઉચ્ચારતી વખતે જીભ હોઠ પાસે અટકે છે ને તેના અનુસ્વારરૂપે મ ને પ્રયોજવામાં આવે છે...

No comments:

Post a Comment