આગામી શૈક્ષણિક સત્રથી યોગ વિષય દાખલ થાય તે પહેલાં ઠરાવ કરવા ૫ મુદ્દાની શિક્ષણમંત્રીને રજુઆત
મહેસાણા,ધાનેરા, તા.૨૨
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં યોગ વિષય દાખલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારના હકારાત્મક વલણ બાદ ૨૧ જૂનને આંતરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરેલ છે. અને વિશ્વના ૧૭૭ દેશોએ સ્વીકારેલ છે. જેથી રાજ્ય સરકારે ધો.૬ થી ૮માં યોગ વિષય દાખલ કરવાની જાહેરાત કરેલ છે.
જે મામલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શારિરીક શિક્ષણના તાલીમી સ્નાતક સમકક્ષ શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શાળામાં સ્વીકારવા શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
યોગ એ આપણી સંસ્કૃતિની પરંપરા છે. તેમજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખેલમહાકુંભ જેવા કાર્યક્રમો યોજી ખેલાડીઓને આશ્વાસન ઇનામો આપેલ છે. જેઓને તૈયાર કરનાર પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે. નવા વર્ષથી યોગ વિષય દાખલ થાય તે પહેલાં યોગ શિક્ષણ માટેના શિક્ષકો જે માધ્યમિક અને ઉ.મા.ની લાયકાત ધરાવે છે તેવા ડી.પી.એડ., બીપીએડ, સીપીએડ તેમજ એમ.એ.ની લાયકાત ધરાવતા શિક્ષકો હાલ ધો.૧ થી ૫માં ફરજ બજાવે છે જેઓ તાલીમી સ્નાતક તરીકે ભરતી થયેલ છે.
યોગ શિક્ષણ તેમજ શારિરીક શિક્ષણને ન્યાય મળે તે અને આવા શિક્ષકોને અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર સત્તાની રુએ નિયમોમાં ફેરફાર કરી તેમજ જરૃર પડે એચ.આર.ડી.ની મંજુરી લઈ ધો.૧ થી ૫માં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિત્રકોને ધો.૬ થી ૮માં વિષય શિક્ષક તરીકે અથવા ઠરાવની જોગવાઈ ૩૦-૪-૧૫ વેકેશન પહેલાં ઠરાવ તવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પાંચ મુદ્દાની લેખિત રજુઆત કરવામાં આવી છે.

પ્રા.શાળાના વ્યાયામ શિક્ષકોના પ્રશ્નોની રજુઆત કરાઈ
(૧) યોગ શિક્ષણ ધો.૬ થી ૮માં દાખલ કરવાને કારણે
હાલ પ્રા.શાળામાં ફરજ બજાવતા શારિરીક શિક્ષણના તાલીમી સ્નાતક સમકક્ષ
શિક્ષકોને ઉચ્ચ પ્રા.શાળામાં વિકલ્પ સ્વીકારવા બાબત (૨) ડીપીએડ/સીપીએડને
લાયકાત ધરાવતા શિક્ષકો એચ.ટાટની પરીક્ષા આપવા દઈ પ્રા.શાળામાં આચાર્યની
ભરતી કરવી.
(૩) યોગ અને શારિરીક શિક્ષણનો વિષય દાખલ કરી વિષય શિક્ષકનો ધો.૬ થી ૮નો દરજ્જો આપવો
(૪) ધો.૬ થી ૮માં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી
(૫) શારિરીક શિક્ષણના શિક્ષકોની કામગીરી અંગે આરટીઈ એક્ટ ૨૦૦૯ની કલમમાં ફેરફાર કરવા બાબત.
No comments:
Post a Comment