શિક્ષણનું સ્તર કથળ્યું: શ્વેતપત્રની માંગણી કરતા ધારાસભ્ય ડો. તેજશ્રીબેન
રાજકોટ તા.૩૧ : ગુજરાત પ્રાથમીક શિક્ષણ સુધારા
વિધેકય અંગે વિરમગામના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસના પ્રવકતા ડો.
તેજશ્રીબેન પટેલએ જણાવ્યું હતું કે જીલ્લા પંચાયતો માટે જીલ્લા શિક્ષણ
સમિતિઓ, જીલ્લા સ્કુલ બોર્ડો, મ્યુનીસીપલ સ્કુલ બોર્ડના અધ્યક્ષ,
ઉપાધયક્ષો સામે ફરીયાદો આવવાથી તેમજ સ્કુલ બોર્ડ, મ્યુનીસીપલ બોર્ડ,
નગરપાલિકા, જીલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં છેલ્લા વર્ષોમાં
વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, શિક્ષકોનો ઘટાડો થયો છે. અને
ખર્ચાઓ અનેકગણા વધી ગયા છે તેવા કારણોસર અધ્યક્ષ ઉપાધ્યક્ષની મુદત અઢી
વર્ષ કરવામાં આવી હોય તેમ લાગે છે. રાજય સરકારે વિદ્યાર્થીઓની સંખ્યા અને
ખર્ચ અંગેનું શ્વેતપત્ર બહાર પાડવું જોઇએ.
ડો. પટેલએ જણાવ્યું હતું કે હું એમ
માનું છું કે શિક્ષણ મેળવવું એ બાળકનો અધિકાર છે અને ગુણવત્તાયુકત શિક્ષણ
આપવું એ રાજય સરકારની પ્રાથમીક જવાબદારી છે. ત્યારે આ જવાબદારી નિભાવવામાં
સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે.
ચોથા ધોરણમાં ૩૭.૯ ટકા વિદ્યાર્થીઓ
અંગ્રેજીમાં મોટા કેપીટલ અક્ષરો ઓળખી શકતા નથી માત્ર ૯.ર ટકા બાળકો જ સાદા
શબ્દો ઓળખી શકે છે કે વાંચી શકે છે અને સરળ વાકયો વાંચી શકનાર
વિદ્યાર્થીઓની સંખ્યા તો માત્ર પ.પ ટકા જ છે. તેમ તાજેતરમનો એક શૈક્ષણિક
સ્ટેટસ અહેવાલ જણાવે છે.
આજથી પ-૭ વર્ષ પહેલા પી.ટી.સી.માં
ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે લાઇનો લાગતી અને પી.ટી.સી.શિક્ષકોની
પણ ઘટ હતી. પરંતુ આજે પરિસ્થિતિ કાંઇક જુદી છે મોટા ભાગની પી.ટી.સી.
કોલેજો બંધ થઇ ગઇ છે અને જે ચાલે છે તેમાં પણ બેઠકો ખાલી રહે છે. અને આજના
સમયમાં ખાનગી સંસ્થાઓમાં મોટાપાયે ફી અને ડોનેશન ચુકવી પી.ટી.સી.કરેલ કરેલ
વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને નોકરી મળી જશે તેની કોઇ બાંહેધરી નથી.
આવી જ ખરાબ પરિસ્થિતિ કોલેજોના
કેમ્પસમાં થતી સીધી ભારતનીની છે. વાયબ્રન્ટ અને વિકાસનું મોડલ ગણાતા
ગુજરાતમાં કથળતી સ્થિતી છે. ગુજરાતની સૌથી જુની અમદાવાદની
એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજમાં નોકરીને લાયક ૯૦૦ યુવકોમાંથી ર૦૦ને જ સીધી
ભરતીમાં પસંદ કરાયા બાકીના નાના સેન્ટરોની હાલત તો આનાથી ખરાબ છે.
શિક્ષણની અને ભણ્યા પછી નોકરી મળવાની આજની હાલત પુરવાર કરેછે કે, જેને
સફળતા, નિષ્ફળતાનાનો દોષ આપવો હોય તો તે આપીએ પણ એક વાત સ્પષ્ટ છે કે
મધ્યમ અને ગરીબ વર્ગને પાયમાલ કરનારી શિક્ષણ પધ્ધતિ ઘરમુળથી પલટાવવી
પડશે.
ધોરણ-૧૦માં પરીક્ષા આપનાર
વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦,૬૭,પ૩૬ છે, ધોરણ-૧રમાં બાયોલોજીની પરીક્ષા આપનાર
વિદ્યાર્થીઓની સંખ્યા પપ,૪ર૭ છે. ધોરણ-૧ર કોમર્સમાં પરીક્ષા આપનાર
વિદ્યાર્થીઓની સંખ્યા પ.પ લાખ છે. વિદ્યાર્થીઓ ચોરી કરે તો સજા, શિક્ષકો
ચોરી કરાવે તો સજા પણ શિક્ષણ બોર્ડ ઉપરા ઉપરી ગોટાળા કરે, બેદરકારીકરે તો
કોને સજા ?
કેન્દ્રની યુપીએ સરકારે ર૦૦૯ થી
ફરજીયાત શિક્ષણનો અધિકાર (આરટીઇ)નો અમલ કરવાનો કાયદો બનાવ્યો અને રપ ટકા
જગ્યાઓ ગરીબ બાળકો માટે અનામત રાખવાની હોય, તેના બદલે અમદાવાદમાં શહેરમાં જ
ગયાં વર્ષમાં આશરે પ૦ થી ૬૦ હજાર બાળકોએ પ્રવેશ લીધેલ છે ત્યારે રપ ટકા
લેખે ૧ર થી ૧પ હજાર બાળકોને પ્રવેશ મળવો જોઇએ ત્યારે સરકારે ચોપડે માત્ર
પર૬ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવેલ છે. તેમ ડો. તેજશ્રીબેન પટેલે
જણાવી ઉમેરેલ કે રાજયમાં પાકા મકાનો ન ધરાવતી પ્રાથમીક શાળાઓની સંખ્યા-૩૦,
રાજયમાં લાઇટની સુવીધા ન હોય તેવી પ્રાથમીક શાળાઓની સંખ્યા-૮૭, રાજયમાં
ઓરડાઓની ઘટ હોય તેવી પ્રાથમીક શાળાઓની સંખ્યા-૮,ર૮૮, રાજયમાં શૌચાલય વગરની
શાળાઓની સંખ્યા-૭૬ રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં માધ્યમીક શાળાઓ બંધ
કરવામાં આવી હોય તે સંખ્યા-૧ર૬, રાજયમાં એક કરતા વધારે ધોરણના વિદ્યાર્થીઓ
સાથે બેસતા હોય તેવી શાળાઓની સંખ્યા-૧ર,૩૩૭ છે.
મોટા શહેરોમાં કેટલાક ખાનગી શાળાના
સંચાલકો દ્વારા અમુક ચોકકસ દુકાનમાંથી ગણવેશ-સ્ટેશનરી ખરીદવા
વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવે છે. લાયકાત વગરના શિક્ષકો જોડે ભણાવવામાં
આવે છે. બાળકોને શારીરિક કે માનસીક ત્રાસ આપવો, લાયકાત ધરાવતા શિક્ષકોને
પ્રવેશ ન આપવો, નાપાસ કર્યા કરવા, શાળામાંથી કાઠી મુકવા, શાળા છોડયાનું
પ્રમાણપત્ર ન આપવું ચોક્કસ વાહનમાં આવવા દબાણ કરવું, ચોક્કસ જગ્યાએ ટયુશન
કરવા દબાણ કરવું, પરીક્ષા અંગેના નિયમોનું ઉલ્લંઘન કરવું જેવા બનાવો બને
છે.
No comments:
Post a Comment