Apr 18, 2015

ભુજ : ગુજરાત રાજય (રાજય/ રાષ્ટ્રીય) એવોર્ડ ફેડરેશનનું ર૦મું શૈક્ષણિક અધિવેશન અને વાર્ષિક સાધારણ સભા તા.૧૯/૪ને રવિવારના સેકટર-ર૩ ગાંધીનગર મધ્યે યોજાશે. રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રમુખ સ્થાને તા.૧૯/૪ને રવિવારના સવારના ૯ થી ૧૧ દરમ્યાન યોજાનાર આ શૈક્ષણિક અધિવેશનને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોતમ રૂપાલજી દિપપ્રગટાવીને ખૂલ્લું મૂકશે. રાજયના આરોગ્ય અને પરિવહન મંત્રી શંકરભાઈ ચૌધરી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ અધિવેશનમાં અતિથિ વિશેષ તરીકે એસ.ટી. નિગમના વાઈસ ચેરમેન અને એમ.ડી. પંકજભાઈ (આઈ.એ.એસ.), રાજયના શિક્ષણ વિભાગના મુખ્ય અધિક સચિવ અરવિંદ અગ્રવાલ, પરિવહન અને વાણિજય વ્યવસ્થાપક એસ.ટી. જે.એચ. સોલંકી, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના સંયુક્ત સચિવ શૈલેષભાઈ મિસ્ત્રી અને રાજયના ઈન્ચાર્જ પ્રા. શિક્ષણ નિયામક ભરતભાઈ પંડીત ઉપસ્થિત રહેનાર હોવાનું ગુજરાત રાજય એવોર્ડ ટીચર્સ ફેડરેશનના કચ્છના દિનેશ શાહે જણાવ્યું હતું. આ દિવસે રવિવારના બપોરના ૧રઃ૩૦ થી રઃ૦૦ દરમ્યાન યોજાનાર વાર્ષિક સાધારણ સભામાં આગામી ત્રણ વર્ષ માટના હોદ્દેદારોઓ અને કારોબારીની રચના થશે.

No comments:

Post a Comment