ગાંધીનગર : ત્રિપલ-સી પરીક્ષાનું પરિણામ, પરીક્ષા લેવી
સહિતના મુદ્દે કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે. આ પરીક્ષા પાસ ન
કરનાર કર્મચારીઓને પ્રમોશન સહિતના લાભ મેળવવા ભારે તકલીફનો સામનો કરવા પડતો
હોવાથી આ બાબતે ઉદાર નિયમો બનાવવાની અવારનવાર રજૂઆત વિવિધ કર્મચારી મંડળોએ
રાજ્ય સરકારને કરી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખી કર્મીઓના પડતર પ્રશ્નો
ઉકેલવા આરોગ્ય મંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીની ભલામણને
મુખ્યમંત્રીએ મંજૂરી આપતા લાખો કર્મચારીઓને રાહત થઇ છે. Harisinh
કમિટીએ ત્રિપલ-સી પરીક્ષામાંથી મુક્તિની વયમર્યાદા 55થી ઘટાડીને 50 વર્ષ
કરી છે. અધિકારીઓને બદલી સમયે તથા નિવૃત્તિ સમયે હાલ પાંચમા પગાર પંચ
પ્રમાણે મળવાપાત્ર ઉચ્ચક ભથ્થું પણ કેન્દ્ર સરકારના ધોરણો અનુસાર છઠ્ઠા
પગાર પંચ પ્રમાણે આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય પ્રવાસન નિગમની માન્ય
ટ્રાવેલ એજન્સી મારફતે કરાયેલા પ્રવાસને પણ માન્ય રાખવાનું નક્કી કર્યુ છે.
કર્મીઓને આરોગ્ય સુવિધાના નિયમો હળવા કરાશે
આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કર્મચારીઓની
તબિયત નાદુરસ્ત થાય પછી તેમને રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય માટે તકલીફ
પડેj છે તેને દૂર કરવા માટે સમીક્ષા સરકારે હાથ ધરી છે. જેની ખાસ નીતિ
લાવીને સરકારી કર્મીઓની સરળતાથી સહાય મળે તેવી વ્યવસ્થા કરશે.
No comments:
Post a Comment