1) જમીન સંપાદન ખરડાના વિરોધ માટે કોંગ્રેસ પક્ષે zaminvapasi.com નામની વેબ સાઇટ લોન્ચ કરી.
2) આગામી 21 જુને આંતરરાષ્ટ્રીય યોગા દિન ઉજવવામાં આવશે.
3) 21 જુનના યોગા-ડે નિમિતે 100 રૂ. અને 10 રૂ. ના સિક્કા પણ ઇશ્યુ કરાશે, અને પોસ્ટલ સ્ટેમ્પ પણ રિલીઝ કરાશે.
4) મહારાષ્ટ્ર રાજ્યમાં મંત્રીઓને અપાતા "ગાર્ડ ઓફ ઓનર" ને હવેથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
5) ભારત અને કેનેડા દ્વારા દ્વિપક્ષીય સંબંધો બનાવવા માટે એક કાર્યક્રમ આપ્યો "નયા ઉત્સાહ, નયે કદમ"
6) પાકિસ્તાનની સુપ્રિમકોર્ટે સૈન્ય અદાલત દ્વારા અપાતી ફાંસીની સજાઓ પર રોક લગાવી.
7) ગત 17 એપ્રિલનાં રોજ વિશ્વ હિમોફોલિયા દિવસ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવ્યો.
8) બેલગુરુનું ચિન્ના સ્વામી ક્રિકેટ સ્ટેડિયમ દેશનું પ્રથમ સ્ટેડિયમ એવું બન્યુ કે જે સોલાર પ્લેટથી પાવર સંચાર કરતું હોય.
9) વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના નવા વિપક્ષના નેતા તરીકે નિયુક્તિ પામ્યા.
10) 17/4/15ના રોજ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનશ (ડી.ટી.સી.) ના પહેલા મહિલા બસ ડ્રાઇવર વન્કેદ્વારથ સરિતા બન્યા.
11) પત્રકાર ઓમ થાનવીને 24 મો બિહાર પુરસ્કાર 2014 એનાયત થશે.
12) હરિયાણા સરકારે અરવલ્લી પર્વતમાળા રેંજને વનક્ષેત્રની યાદી માંથી બહાર કરી.
13) દેશની બીજા નંબરની તેલ ઉત્ખનન
કરનારી સરકારી કંપની ઓઈલ ઇન્ડિયાએ 17 એપ્રિલ 2015 નાં રોજ ગુજરાત અને
મધ્યપ્રદેશમાં 54 મેગાવોટની પવન પરિયોજનાની શરૂઆત કરી.
14) ઓઇલ ઇન્ડિયાએ શરૂ કરેલ પવન પરિયોજના ગુજરાતનાં પાટણમાં અને મધ્યપ્રદેશનાં ચંદગઢમાં સ્થપિત થશે.
15) બિહારી પુરસ્કારની શરૂઆત વર્ષ
1991 થી આપવામાં આવે છે, કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા રાજસ્થાનનાં હિંદી
અથવા રાજસ્થાની લખકોને અપાય છે.1) તા.20/4/15 ના રોજ લડાકુ જહાજ આઇ.એન.એસ. વિશાખાપટ્ટનમને ખૂલ્લુ મૂંકવામાં આવશે, જે બરાક મિસાઇલથી સજજ હશે.
2) આઇ.એન.એસ. વિશાખા પટ્ટનમ જહાજનું વજન 7300 ટન છે, વળી ભારતીય નૌકાદળમાં આ જહાજ સૌથી મોટુ અને આધુનિક માનવામાં આવે છે.
3) વિશાખાપટ્ટનમ જહાજમાં 127
મિલીમીટર ગન હશે, તેમજ એ કે -630 એન્ટિમિસાઇલ ગન સિસ્ટમ પણ હશે, ખરાબ
હવામાનમાં જહાજ પર હેલીકોપ્ટર લેન્ડિંગ કરી શકશે, તેવી સુવિધા પણ હશે.
4) સંજયગાંધી નેશનલ પાર્ક મુંબઇમાં
આવેલ છે, તેમા રહેલી એકમાત્ર સફેદ વાઘણ "રેબેકા" કેન્સરની બીમારીથી પીડાય
છે. તેના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી.
5) ભારતે કેનેડાનાં લોકોને દસવર્ષ સુધીનાં વિઝા આપવાનો નિર્ણય લીધો છે.
6) રશિયા સૌપ્રથમ વાર પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સૈન્યનાં અભ્યાસનું આયોજન કરશે.
7) ભારતીય મુળના અમેરિકી મહિલા રાજ રાજેશ્વરીને 16 એપ્રિલ 2015 નાં રોજ ન્યુયોર્કમાં ન્યાયધિશનાં પદ માટે પસંદ કરાયા.
8) તુર્કીએ 14 એપ્રિલ 2015 નાં રોજ
ભૂમધ્ય સાગરનાં કિનારે મર્સિન પ્રાંતનાં આકકુયુમાં દેશનો પ્રથમ પરમાણુ
વિજળીક યંત્રનું નિર્માણ કાર્ય શરૂ કર્યું.
9) બી. એસ. એફ નાં જવાનો માટે 14 એપ્રિલ 2015 થી રાષ્ટ્ર વ્યાપી ઉપગ્રહ આધારિત ટેલિ- મેડિસિન નેટવર્કની શરૂઆત કરવામાં આવી.
10) ભારતીય સર્વોચ્ચ અદાલતે 10
એપ્રિલ 2015 નાં રોજ એસિડ હુમલમાં ઇજા પામેલ લોકોની મફત સારવાર કરવાનો આદેશ
તમામ હોસ્પિટલોને અપાયો છે.
11) ગઇ કાલે 18 એપ્રિલે વિશ્વવરસા
દિન ઉજવાયો, વર્ષ 1972 મા સ્વીડનના પાટનગર સ્ટોક હોમમાં યુ.એન.ઓ.ની
પરિષદમાં દુનિયાના વારસાને જાળવવાનો પ્રસ્તાવ રખાયો હતો.
12) ટેલિકોમનું નિયમન કરતી "ટ્રાઇ" એ કહ્યુ છે કે હવેથી મોબાઇલમાં નવુ સીમકાર્ડ કઢાવવા ચૂંટણી કાર્ડ ફરજીયાત આપવું પડશે.
13) આગામી સમયમાં જૂનાગઢ અને ગોધરામાં નવી યુનિવર્સિટીઓ કાર્યરત થશે.
14) મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમે અમદાવાદ અને રાજકોટ ની મેડિકલ કોલેજમાં સીટો વધારવાની મંજુરી આપી છે.
15) બ્રિટનમાં વિશ્વની ત્રીજા
નંબરની સૌથી મોટી કૃઝ બન 150-150 ાવવામાં આવી છે. જેમા એક સમયે 4905
પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે, 150 કૃ મેમ્બરો સેવામાં રહેશે.- પરેશ ચાવડા.
No comments:
Post a Comment