1) કોસ્ટારિકાનો તુરિઆલ્બા જ્વાળામુખી તા.24/4/15
ના રોજ ફાટ્યો, ગેસ અને ધુમાડાઓ એટલા ઉડ્યા કે તેની રાજધાની સેન જોસનાં
વિમાની મથક પર વિમાનની આવન જાવન રોકવી પડી.
2) ભારતમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન 5 કરોડ ગ્રાહકો (વપરાશ કરનારા) અને 6 લાખ કરોડ રૂ.નું ફંડ ધરાવે છે.
3) ગોરખા રાઇફલ્સની પહેલી બટાલિયન (1/1 જી. આર.) નાં 24 એપ્રિલ 2015 નાં રોજ 200 વર્ષ પૂર્ણ થતા, સ્થાપના દિન ઉજવાયો.
4) દ.ચીલીમાં આવેલ કલબુકો જ્વાળામુખી પણ તા. 23 એપ્રિલ 2015 નાં રોજ ફાટ્યો.
5) કલબુકો જ્વાળામુખી ચીલીનાં એન્ડિઝ પર્વતમાળા વિસ્તારમાં 90 સક્રિય જ્વાળામુખી માનો એક છે.
6) ક્લબુકો જ્વાળામુખી છેલ્લે 1972 માં ફાટ્યો હતો.
7) રશિયા અને આર્જેન્ટિના વચ્ચે તા. 23/4/15 ના રોજ આર્થિક અને ઉર્જા સહયોગ પર વાર્તાલાપ થયો.
8) આર્જેન્ટિનાનાં હાલના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાડિઝ ડી કિર્ચનેટ છે.
9) કેન્દ્ર સરકારે દેશને ટી.બી.મૂક્ત બનાવવા 23 એપ્રિલ 2015 નાં રોજ ટી.બી.મૂકત ભારત અભિયાનની શરૂઆત કરી છે.
10) જાપાન દેશનો સૂચકઆંક નિક્કેઇ નામથી ઓળખાય છે.
11) અમેરિકી સર્જન જનરલના રૂપમાં વિવેક મૂર્તિને પસંદ કરવામાં આવ્યા છે.
12) દ.ભારતમાં "વરૂણ" નૌસૈનિક અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે આયોજીત થયેલ.
13) આગામી સમયમાં સોશ્યલ સાઇટ ટ્વિટર પોતાનું નવુ ફિચર હાઇલાઇટ્સ લોન્ચ કરશે.
14) ગૂગલ પણ પોતાનો "પ્રોજેક્ટ ફાઇ" માર્કેટમાં લાવશે, તેનાથી ઇન્ટરનેટ અને કોલદરમાં સ્પર્ધા થશે.
15) ગુજ.રાજ્યનાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર એમ.કે.રે દ્વારા 232 ઇન્કમટેકસ ઇન્સ્પેકટરની સામુહિક બદલી કરવામાં આવી.
No comments:
Post a Comment