Apr 29, 2015

CURRENT AFFAIRS & G.K UPDATE

1) તા.26/4/15 ના રોજ ભારત ના વડાપ્રધાને દેશના લોકો સાથે "સાતમી વાર મન કી બાત" નામનો વાર્તાલાપ કર્યો.
2) આગામી 13 મી મેં થી ફ્રાન્સ માં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ શરૂ થશે, તેમાં બોલીવુડ અભિનેત્રી કૈટરિના કૈફ લારિઅલની એમ્બેસેડર તરીકે હાજરી આપશે.
3) લોહતત્વની ઉણપને કારણે પાઇકા નામનો રોગ થઇ શકે છે.
4) એક જગ્યાએથી અદ્રશ્ય થઇ અન્ય જગ્યાએ દેખાવાની ક્રિયાને વૈજ્ઞાનિકો ટેલિપાર્ટિશન એવું નામ આપે છે.
5) માણસના શરીર જેવા આકારની મશરૂમની નવી પ્રજાતિ મળી આવી, તેનું નામ જેસ્ટ્રમ બ્રિટાનિકમ રખાયું.
6) માઇકોલોજી એટલે ફૂગનું વિજ્ઞાન તે વિવિધ ફૂગનો અભ્યાસ કરે છે. જોનાથન તેના સાથે સંકળાયેલા છે, જેણે નવી પ્રજાતિનાં મશરૂમની હાલમાં જ શોધ કરી.
7) જી.એસ.ટી.સંબંધિત વિધેયક એ ભારતનાં બંધારણ માં 122 માં સુધારા અંતર્ગત મુકવામાં આવ્યું છે.
8) નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન નામની સંસ્થા દર વર્ષે દેશના લોકો દ્વારા તૈયાર કરાયેલા અનોખા શોધ સંશોધન ને બિરદાવે છે.
9) માર્ચ 2015 માં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સૌરાષ્ટ્રના અર્જુન ભાઇ પાઘડાળના મોડેલને બીજા નંબરે પાસ કર્યું,  તેણે કચરા માંથી ઇંટ, કુંડા બનાવતું અદભૂત મશીન બનાવ્યુ છે.
10) અનોખા સંશોધન બદલ અર્જુન ભાઇને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નાં હસ્તે એવોર્ડ અને ત્રણ લાખ રૂ. ની ધનરાશિ પૂરસ્કાર રૂપે મળ્યા.
- પરેશ ચાવડા.

No comments:

Post a Comment