Apr 25, 2015

CURRENT AFFAIRS & G.K. UPDATES

1) દ.કોરિયાનાં સંરક્ષણ મંત્રી હાન મિન-કુ છે.
2) વર્ષ 2010 થી એશિયન પુરસ્કાર ઉદ્યમી અને લેમન સમુહનાં સંસ્થાપક પોલ સાગુ દ્વારા દર વર્ષે અપાય છે.
3) હિન્દી ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને 19 એપ્રિલ 2015 ના રોજ એશિયન એવોર્ડ અપાયો છે.
4) આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિન વર્ષ 1970 થી વિશ્વમાં ઉજવવામાં આવે છે.
5) આ વર્ષનો આં. રા. પૃથ્વી દિનનો વિષય "Its our turn to lid" રખાયો છે.
6) ગઇ કાલે 22 એપ્રિલ 2015 ના રોજ આં. રા. પૃથ્વી દિનની ઉજવણીનાં 45 વર્ષ પૂર્ણ થયા.
7) ચીને પાકિસ્તાનને 46 બિલિયન ડૉલર સહાય આપી; 51 એમ. ઓ. યુ. પર હસ્તાક્ષર કર્યા.
8) એમ. ઓ. યુ. નું પુરૂનામ મેમોરેન્ડમ ઓફ અંન્ડરસ્ટેન્ડિગ થાય છે.
9) પાકિસ્તાન સરકાર દ્વારા "નિશાને પાકિસ્તાન" પૂરસ્કાર 19 માર્ચ 1957 થી આપવામાં આવે છે.
10) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ શહરયાન ખાન છે.
11) હાલ ભારતની લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન છે.
12) વર્ષ 2015 મુજબ આશરે 192 જેટલા દેશોમાં પૃથ્વી દિન ઉજવાયો.
13) મહારાષ્ટ્ર સરકારે દરેક ગામમાં "સ્વચ્છતા દુત" નિયુક્ત કરવાનો નિર્ણય કરેલ છે.
14) જાપાનની બુલેટ ટ્રેને 11 સેકન્ડમાં 600 કિ. મી. ની સ્પીડે ચાલી શકવાનો રેકોર્ડ સ્થાપ્યો.
15) ભારતીય ટીમનાં સ્ટાર ખેલાડી વિરાટ કોહલી 90 કરોડનાં ખર્ચે દેશમાં 75 જેટલા જીમ અને ફિટનેસ સેન્ટર ખોલશે.
1) ભારતનાં મહિલા ખેલાડી વાઇ.પ્રાંજલા ટેનિસ રમત સાથે સંકળાયેલા છે.
2) વાઇ.પ્રાંજલાએ 18 એપ્રિલ 2015 ના રોજ એશિયાઇ જૂનિયર ટેનિસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતી લીધો છે.
3) પટના ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના 1 ડિસેમ્બર 1913 માં થયેલી.
4) ગત તા. 18/4/15 ના રોજ ભારતનાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પટના ઉચ્ચ ન્યાયાલયનાં શતાબ્દી મહોત્સવ સમારોહનું ઉદ્દઘાટન કરેલ.
5) યુનિવર્સિટી ગ્રાંન્ટ કમિશન (યુ.જી.સી.) એ 21 જુન 2015 ના દિવસને તમામ યુનિ. "યોગા દિન" સ્વરૂપે ઉજવે તેવી જાહેરાત કરી છે.
6) વર્ષ 2014 માં સયુંક્ત રાષ્ટ્રસંઘની 69 મી બેઠકમાં એવુ નક્કી કરવામાં આવ્યુ હતું કે હવે થી 21 મી જુન આંતરરાષ્ટ્રીય યોગા દિન સ્વરૂપે ઉજવાશે.
7) ગઇકાલે 21 એપ્રિલનાં રોજ નવમો "સીવીલ સર્વિસ દિન" મનાવવામાં આવેલ.
8) ભારતમાં પ્રથમવાર "સીવીલ સર્વીસ દિન" 21 એપ્રિલ 2006 માં મનાવવામાં આવેલ.
9) દિલ્હી પોલીસનાં વડા રહી ચુકેલા નીરજ કુમારને 20 એપ્રિલ 2015 નાં રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( બી.સી.સી.આઇ.) માં થતા ભ્રષ્ટાચાર અને સુરક્ષાનાં એકમ સંદર્ભે મુખ્ય સલાહકાર તરીકે નિમાયા.
10) આગામી ઓલિમ્પિક રમત 2016 માં રિયો- ડી જેનેરિયોમાં રમાશે.
11) કેરળ રાજ્યમાં દારુ અને નશાકારક દવાનો દુર ઉપયોગ ટાળવા માટે "સુબોધમ પરિયોજના" શરૂ કરેલ છે.
12) હાલમાં લુઇસ હેમિલ્ટને બહેરિન ગ્રાન્ડ પિક્સ જીતી લીધેલ છે.
13) ઓરિસ્સાનાં પૂર્વ મુખ્યમંત્રી જાનકી વલ્લભ પટનાયકનું તા.21/4/15 નાં રોજ 89 વર્ષની વયે અવસાન થયેલ છે.તેઓ તિરૂપતિ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયનાં કુલપતિ હતા.
14) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલ "ઇન્દિરા ગાંધી રાજ ભાષા પુરસ્કાર" ને હવેથી નવા નામે "રાજ ભાષા કિર્તિ પુરસ્કાર" નાં નામથી ઓળખવામાં આવશે.
15) બીજો પુરસ્કાર "રાજીવ ગાંધી રાષ્ટ્રીય જ્ઞાન વિજ્ઞાન મૌલિક પુરસ્કાર" હવેથી "રાજભાષા ગૌરવ પુરસ્કાર"ના નવા નામથી ઓળખાશે.
16) ઉપરોક્ત બન્ને પુરસ્કાર 14 સપ્ટેમ્બર નાં રોજ હિંદી દિવસે આપવામાં આવે છે.
-પરેશ ચાવડા.

No comments:

Post a Comment