Apr 2, 2015

CURRENT AFFAIRS

૧) ગુજરાતનાં રમત-ગમત અને યુવા સાંસ્ક્રૃતિક વિભાગ દ્વારા તા. 28/3/15 ના રોજ અમરેલી જિલ્લાનાં બાબરા ખાતે 23 મો આદિજાતિ મહોત્સવ યોજાયો હતો. જેમા 700 જેટલા આદિવાસી કલાકારોએ ભાગ લીધો હતો.
૨) અમેરિકા સ્થિત મેમ્ફિશ બેઝ કંપની દ્વારા વેન વ્યુઅર નામના ડિવાઇસની મદદથી વ્યકિતનાં શરીરની નસ ઝડપથી શોધી શકાશે. તે ત્વચાની અંદર રહેલ નસને એચ.ડી ઇમેજ દ્વારા પ્રદર્શિત કરશે.
૩) વિશ્વમા મીણના સ્ટેચ્યુ માટે જાણીતું મેડમ તુષાડ મ્યુઝિયમ હવે વધુ એક બોલીવુડ હસ્તિનાં સ્ટેચ્યુને તેનામાં સ્થાન આપવા જઇ રહ્યું છે. આજ સુધીમાં 6 હિન્દી કલાકારોને સ્થાન મળેલ સાતમું કેટરિના કૈફને મળ્યું.
૪) મેડમ તુષાડ મ્યુઝિયમમાં કેટરિનાનું સ્ટેચ્યુ મુકાયું તે 1 લાખ 50 હજાર પાઉન્ડનાં ખર્ચે તૈયાર થયું છે. તેને તૈયાર કરવા 20 કારીગરોએ 4 મહિના જેટલો સમય લીધો છે.
૫) આગામી સમયમાં આઇ.પી.એલ. 8 ની મેચની ઓપનિંગ સેરેમનીમાં અનુષ્કા શર્મા પર્ફોમ કરશે. (સંભવિત 7 એપ્રિલ 15)
૬) વેનેઝુએલાની મોડેલ એલેઇરા એવેન્ડાનોએ કમરને 20 ઇંચની બનાવવા છેલ્લા 6 વર્ષથી કાર્સેટ પહેરી રાખી છે. તેને આ કાર્યમા સફળતા તો મળી પરંતુ ડૉંકટરોએ તેને શારીરીક ખામી માટે ચેતવણી આપેલ છે.
7 ) પોડો નામના કેમેરાથી 100 મીટરની રેન્જમાં સેલ્ફી લઇ શકાશે. આ કેમેરાને સ્માર્ટ ફોન સાથે જોડી શકાશે.
૮) ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ ક્રિકેટમાં બાજી મારી, ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવી પાંચમીવાર વિશ્વકપ જીતવાનું બહુમાન તેણે મેળવ્યું.
૯) ઓસ્ટ્રેલિયાના કપ્તાન માઇકલ ક્લાર્કે આ જીત સાથે વન-ડે ક્રિકેટ માંથી નિવૃતી જાહેર કરી. તેણે 2003 માં પોતાની વન-ડે કેરિયર શરૂ કરી હતી.
૧૦) અમદાવાદમાં 1 એપ્રિલથી 4 દિવસનાં ગુજરાત એરો કોન્કલેવ 2015 નું આયોજન કરવામાં આવશે.
11) આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનાં વડા યુકિયા અમાનો છે.
12) બેડમિન્ટન રમતમાં વિશ્વમાં પ્રથમ સ્થાન પર પહોંચનાર સાયના નહેવાલ પ્રથમ ભારતીય સ્ત્રી બન્યા.
13) ભારતની અવકાશ ક્ષેત્રે કામ કરનારી સંસ્થા "ઇસરો" ને વર્ષ 2014 નો ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થયો. - પરેશ ચાવડા

No comments:

Post a Comment