પુરાવા તરીકે પાસપોર્ટ - આધારકાર્ડ - ઇલેકશન કાર્ડ - ડ્રાઇવીંગ લાયસન્સ ઉપરાંત પેમેન્ટ ઓર્ડર પણ ચાલશે
અમદાવાદ
તા. ૧૫ : પાનકાર્ડની અરજી માટે જન્મ તારીખના પુરાવા તરીકે હાલ સુધી
ક્યાંતો મ્યુનિસિપાલિટીમાંથી મેળવેલું બર્થ સર્ટિફિકેટ અથવા તો સ્કૂલ
લિવીંગ સર્ટિફિકેટ જ માન્ય રખાતું હતું. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ
ડિરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ કરેલા નવા સુધારા મુજબ પાનકાર્ડ માટે જન્મ
તારીખના પુરાવા તરીકે ડ્રાઈવિંગ લાયસન્સ, મતદાર કાર્ડ ઉપરાંત અરજદારે હાથે
સાઈન કરેલી એફિડેવિટ પણ માન્ય રાખવામાં આવશે.
સીબીડીટીએ
૧૦ એપ્રિલે સરક્યુલર જારી કરીને જણાવ્યું હતું કે જે જે દસ્તાવેજોમાં
અરજદારનું નામ, જન્મ તારીખ, મહિનો અને વર્ષ લખેલા હશે તે તમામ પુરાવા
પાનકાર્ડ મેળવવા માટે જન્મના દાખલા તરીકે પ્રસ્તુત કરી શકાશે. આ અંતર્ગત
અરજદારોને પેન્શન પેમેન્ટ ઓર્ડર, મેરેજ સર્ટિફિકેટ, દસમા ધોરણનું
મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ કે માર્કશીટ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ,
રેશન કાર્ડ, આધારકાર્ડ, મતદાર કાર્ડ વગેરે રજૂ કરી શકાશે.
આ
ઉપરાંત રાજય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું ફોટો
આઈડેન્ટિટી કાર્ડ, પબ્લિક સેક્ટર યુનિટ દ્વારા આપવામં આવેલું ફોટો
આઈડેન્ટિટી કાર્ડ, સરકારની હેલ્થ સર્વિસ સ્કીમને લગતો ફોટો કાર્ડ વગેરે
તમામ પાનકાર્ડ માટે જન્મ તારીખના પુરાવા તરીકે રજૂ કરી શકાશે. આટલું તો
ઠીક, જો અરજદાર પાસે કોઈ જ પુરાવો ન હોય તો તેણે મેજિસ્ટ્રેટની હાજરીમાં
કરાવેલી જન્મ તારીખની એફિડેવિટ પણ બર્થ સર્ટિફિકેટના પુરાવા તરીકે માન્ય
રાખવામાં આવશે.
ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટ જણાવે છે, ‘મોટી
વયના અને ઓછું ભણેલા લોકો માટે પાનકાર્ડ લેવા જન્મ તારીખનો પુરાવો રજૂ
કરવો ઘણો અઘરો થઈ પડે છે. આ લોકો માટે સરકારે જન્મતારીખના દાખલામાં આપેલી
છૂટ ખરેખર લાભદાયક પુરવાર થશે.'
કંપનીઓ માટે પણ રાહત
હાલ
સુધી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં નોંધાતી કંપનીઓએ પાનકાર્ડની અરજી
માટે જુદું ફોર્મ ભરીને પ્રક્રિયા કરવી પડતી હતી. પરંતુ તે પ્રક્રિયા હવે
સરકારે સરળ બનાવી દીધી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલ જણાવે છે કે,
૨કંપનીઝ એક્ટ ૨૦૧૩ અંતર્ગત રજિસ્ટ્રેશન ન થયું હોય તેવી કંપનીઓ ફોર્મ
INC-૭ ભરીને પાન નંબર અને ટેન નંબર લઈ શકે છે. આ માટે તેમણે અલગથી
પ્રક્રિયા કરવાની જરૂર નથી.'
પાનકાર્ડ માટે જન્મ તારીખના કયા પુરાવા ચાલશે
- મ્યુનિસિપાલિટી દ્વારા અપાયેલું બર્થ સર્ટિફિકેટ
- સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ
- મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ અથવા માર્કશીટ
- પેન્શન પેમેન્ટ ઓર્ડર
- મેરેજ સર્ટિફિકેટ
- પાસપોર્ટ
- ડ્રાઈવિંગ લાયસન્સ
- આધારકાર્ડ,
- મતદાર કાર્ડ
- સરકાર દ્વારા અપાયેલું ફોટો આઈડેન્ટિટી કાર્ડ
- પબ્લિક સેક્ટર યુનિટ દ્વારા અપાયેલું આઈડી કાર્ડ


No comments:
Post a Comment