May 2, 2015

ગાંધીધામમાં ચાર શિક્ષક ગેરહાજર રહેતાં પગાર કપાશે, સીએમ ભાષણમાં વ્યસ્ત અને શિક્ષકો વાતોમાં મસ્ત

- પ્રા. શિક્ષકોની તાલીમનો નવો અભિગમ છવાયો પણ બાયસેગ ટાણે અમુક વર્ગોમાં જાણે ટાઇમ પાસનો માહોલ - લાઇફ સ્કીલ થ્રૂ ડ્રામા વિષયક ચાર દિવસીય નવતર ટ્રેનિંગ
ભુજ : હાલમાં ચાલી રહેલી પ્રાથમિક શિક્ષકોની રાજ્ય સ્તરીય તાલીમનો નવો અભિગમ છવાયો છે, પરંતુ તાલીમાર્થી અમુક વર્ગોના શિક્ષકોએ બે દિવસમાં બાયસેગ દ્વારા યોજાયેલા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના ભાષણ દરમિયાન વાતોના તડાકાની મોજ માણી હોવાનું જાણવા મળ્યું છે. તાલીમનો વિષય લાઇફ સ્કીલ થ્રૂ ડ્રામા છે. આ તાલીમ દરમિયાન વર્ગ સંચાલકનો કેવો હોલ્ડ છે, તેના પર મદાર હોવાનું સૂત્રોએ ભારપૂર્વક ઉમેર્યું હતું. મળતી માહિતી મુજબ, રાજ્યમાં સોમવારથી પ્રાથમિક શિક્ષકોની ચાર દિવસીય તાલીમ શરૂ કરાઇ છે.  ટ્રેનિંગના પ્રથમ દિવસે મૂળે શિક્ષક એવા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે બાયસેગ દ્વારા સમગ્ર રાજ્યના ધોરણ 1થી 8ના શિક્ષકોને સંબોધ્યા હતા. સવારે 9:45થી 10:30 સુધી યોજાયેલા પ્રોત્સાહક પ્રવચન દરમિયાન કચ્છના અમુક તાલીમ સેન્ટર્સમાં જૂના શિક્ષકોને જાણે ટાઇમપાસ કરવો હોય તેમ વાતોએ મંડાઇ પડ્યા હતા. મુખ્યપ્રધાને વાતો કરી એ વચ્ચે આવા માસ્તરોઅે તાલીમને ચલતા હૈ, હોતા હૈની જેમ ચલાવી લીધી હતી. અંતરંગ સૂત્રોના કહેવા મુજબ નવા જોડાતા શિક્ષકો કરતાં જૂના જોગીઓ આવી તાલીમને ક્યારેક ગણકારતા નથી હોતા તેમ સમજાતું આવ્યું છે. પરિણામે મુખ્યપ્રધાન હોય કે શિક્ષણપ્રધાન લેક્ચર વખતે વાતોનું પ્રમાણ વધી જતું હોય છે. પ્રાથમિક શિક્ષણ વિભાગના માહિતગારોના કહેવા મુજબ સેન્ટરમાં કેટલી શિસ્ત જાળવવી તેનો મદાર વર્ગ સંચાલક પર રહેતો હોય છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીને પૂછતાં તેમણે કહ્યું કે, વાતો થઇ હોય એવું ખાસ ધ્યાનમાં નથી, આ વખતે સીસીટીવીના કારણે પણ આવી પ્રવૃત્તિ પર બ્રેક આવી ગઇ છે.ગાંધીધામ કલસ્ટર હેઠળની શાળાના 690 શિક્ષકની જીવન કૌશલ્યની 4 દિવસથી તાલીમના બીજા દિવસે ચેકિંગમાં 4 શિક્ષક ગેરહાજર જણાયા હતા. રજા રિપોર્ટ ભર્યા વિના ગેરહાજર રહેલા આ શિક્ષકોનો પગાર કાપવા સહિતની સૂચના આપવામાં આવતાં ગુટલીબાજ શિક્ષકોના વર્તુળોમાં સોપો પડી ગયો છે.
બીજા દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ ભારતનગરની શાળામાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. આ વિઝિટ દરમિયાન રજા રિપોર્ટ ભર્યા વિના જ 4 શિક્ષક ગેરહાજર જણાતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. રિપોર્ટ વિના ગેરહાજર રહેનારા શિક્ષકોનો એક દિવસનો પગાર કાપવા સહિતની સૂચના અપાતાં ગાંધીધામ તાલુકાના શિક્ષણના વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિમાન્શુ સીજુનો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેમને મૌખિક સૂચના આપી છે. સીસીટીવીના કારણે હરતા-ફરતા શિક્ષકોને ક્લાસમાં ભરાઇ રહેવું પડ્યું આ વખતે શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છેે. 30 તાલીમ વર્ગમાં સીસીટીવી અને બાકીના વર્ગોમાં વીડિયો રેકોર્ડિંગ કરાતું હોવાથી માસ્તરોએ સજાગ રહેવું પડે છે. અગાઉ કોઇના કોઇ બહને તાલીમ દરમિયાન શિક્ષકો મેદાનમાં ફરતા રહેતા અથવા વર્ગ ખંડમાં હાજર ન રહેતા શિક્ષકો પર ત્રીજી આંખ વોચ રાખી રહી છે. મેદાનમાં ફરતા શિક્ષકો પકડાઇ જાય કે ક્લાસમાં કેટલું ધ્યાન આપે છે, તેનું પળેપળનું રેકોર્ડિંગ કરાઇ રહ્યું હોવાથી ટીચર્સ માટે આ તાલીમ સરળ નથી બની. જોકે, સૂત્રોના કહેવા મુજબ અમુક શાળાઓમાં માત્ર બહારના ભાગમાં કેમેરા લાગેલા હોવાથી ક્લાસની ગતિવિધિ જાણી શકાય એમ નથી. સ્વખર્ચે શિક્ષકોએ તાલીમ લેવી પડશે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું કે, શિક્ષક મોબાઇલ સાથે પકડાશે તો પગલાં ભરાશે. સીસીટીવીના ફૂટેજ તપાસવા પાંચ અધિકારીની કમિટી બનાવી છે, જે શિક્ષકો ગેરહાજર છે, તેના પગાર કપાશે, રજાના દિવસે સ્વખર્ચે ભાડા-ભથ્થા લીધા વિના આવવું પડશે. કચ્છમાં આ રીતે ચાલી રહી છે તાલીમ કુલ શિક્ષકો 8473માંથી મોટાભાગના હાજર તાલીમના સેન્ટર 62 સીસીટીવી સાથે જોડાયેલા કેન્દ્ર 30 વીડિયો રેકોર્ડિંગની વ્યવસ્થાવાળા કેન્દ્ર 32 નવો અભિગમ કોર્પોરેટ કલ્ચરના ટચવાળો પ્રાથમિક શિક્ષકોની ચાર દિવસીય તાલીમ માટે લાઇફ સ્કીલ થ્રૂ ડ્રામા વિષય રાખવામાં આવ્યો છે. આ વિષય હેઠળ જરૂરિયાત મુજબ તાલીમાર્થી માસ્તરોને પ્રેક્ટિકલ રમતો સાથે બાળકોને કેમ શિક્ષણ આપવું, તે સમજાવવામાં આવે છે. માત્ર થિયરી બેઝના બદલે ગેમ્સ રમાડીને કે અન્ય રીતે સામેલ કરીને પ્રેરણાત્મક શિક્ષણ આપવાની વાત કરવામાં આવે છે. રાજ્ય સરકારની તાલીમનો આ અભિગમ કોર્પોરેટ ટચને મળતો આવે છે. કોર્પોરેટ હાઉસીસમાં જેમ મેનેજમેન્ટની તાલીમની સંપૂર્ણ વ્યવસ્થા હોય છે અને રમતો સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાતી હોય છે, તેમ આ વખતે પ્રાથમિક શિક્ષકોને પણ આવી જ રીતની તાલીમ અપાઇ છે.

No comments:

Post a Comment