May 2, 2015

CURRENT AFFAIRS & G.K UPDATE

1) એશિયન લાયન "સિંહ"નુ એક માત્ર ઘર ગણાતું ગીર નેશનલ પાર્ક આશરે 258 ચો.કિ.મી.માં ફેલાયેલ છે.
2) ગુજરાત રાજ્ય ને 16 ટી.વી. ચેનલો શરૂ કરવા માટે કેન્દ્રીય પ્રસારણ મંત્રાલયે આપી મંજૂરી.
3) બાયસેગ સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની લીમીટેડ ની શરૂઆત 5 ફેબ્રુઆરી 2013 માં થયેલી.
4) ભારત સરકારે ગુજરાતને દુરદર્શન સેટેલાઇટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી, આગામી ચૂંટણીઓ પહેલા ડી. ટુ. એચ. પર 16 સરકારી ચેનલ શરૂ થશે.
 
5) સી. આઇ. એસ. એફ. નું પુરૂ નામ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ થાય છે.
6) ગૂગલ દ્વારા નવું ફિચર્સ લોન્ચ કરવામાં આવ્યું બ્રાઉઝરની મદદથી માહિતી,  નોટ્સ અને રિમાઇન્ડર મોબાઇલ પર મોકલી શકાશે.
7) નેપાળમાં થયેલ ભૂકંપમાં "એતાકરમ" તેલુગુ ફિલ્મનાં શુટીંગ સંદર્ભે ગયેલા "કે. વિજય" તેલગુ એકટરનું મોત થયુ છે.
8) એચ. આઇ. વી. ટેસ્ટ ઘેરે થઇ શકે તેવી કીટ વિકસાવનાર કંપની બાયો સ્યુર છે.
9) વિશ્વની પ્રથમ સેલ્ફ ટેસ્ટ  એચ. આઇ. વી. કિટનું યુ. કે. માં વેંચાણ શરૂ.
10) ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના 2010 ના સર્વે મુજબ વિશ્વમાં 22 કરોડ જ્યારે ભારતમાં 10 કરોડ જેટલા બાળમજૂરો છે.
11) આગામી સમયમાં આવી રહેલ "વજીર" ફિલ્મમાં અમિતાભ બચ્ચન ચેસના લકવા ગ્રસ્ત ગ્રાન્ડ માસ્ટરની ભૂમિકા પર કામ કરી રહ્યાં છે.
12) ગત રવિવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીનાં પ્રમુખ થોમસ બાકે ભારતની મુલાકાત લીધેલી.
13) ટ્રિટન ઇન્વેન્શનલ સ્પર્ધામાં વિકાસ ગૌડાએ ડિસ્ક થ્રો માં 65.75 મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
14) દ. આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે પોતાની દીકરીનું નામ ઇન્ડિયા જેની રોડ્સ રાખ્યું છે.
15) વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ ઓસ્ટ્રેલિયામાં પહેલી સદી ફટકાર્યા પછી પોતાની દીકરી નું નામ સીડની રાખ્યું હતું. - પરેશ ચાવડા.

No comments:

Post a Comment