Oct 1, 2015

રાજ્‍યના ૧૯ જિલ્લામાં નવી શિક્ષણનીતિ અંગે બેઠક થઈ

૧૨૩૦૪ ગામ અને ૧૮૮ બ્‍લોકમાં બેઠક પૂર્ણ : શિક્ષણનીતિમાં અમુલ પરિવર્તન સાથે આગામી દિવસોમાં દેશની સર્વગ્રાહી નવી શિક્ષણનીતિ તૈયાર કરવામાં આવશેષ્‍ટ્રીય કક્ષાએ દેશની હાલની શિક્ષણનિતીમાં આમૂલ પરિવર્તન સાથે આગામી દિવસોમાં દેશની સર્વગ્રાહી નવી શિક્ષણનિતી તૈયાર કરવા દેશના તમામ રાજયોમાં ચાલી રહેલા વિચારવિમર્શ અંતર્ગત શિક્ષણવિદો, યુનિર્વસિટીના કુલપતિઓ, આચાર્યઓ, શિક્ષકો, સામાન્‍ય નાગરિકો  વગેરે સાથે જિલ્લા-તાલુકા તથા ગ્રામ કક્ષાએ પરામર્શની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત ગુજરાતમાં પણ છેલ્લા એક વર્ષ દરમિયાન ગ્રામ,તાલુકા અને જિલ્લા કક્ષાએ અનેક બેઠકોનો દોર શિક્ષણ વિભાગ દ્વારા યોજાઈ ચુક્‍યા છે. આ પ્રક્રિયાને આગળ ધપાવી તેની ફલશ્રુતી રૂપે ચર્ચા કરવા આજે શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાની અધ્‍યક્ષતામાં અમદાવાદ ખાતે ન્‍યુ નેશનલ એજ્‍યુકેશન પોલિસી વિષય પર શિક્ષણવિદો, કુલપતિઓ,આચાર્યઓ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ વગેરેની પરામર્શ બેઠક યોજાઈ હતી. ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, શિક્ષણની સમસ્‍યાઓનું મૂળ પરીક્ષાની ગેરરિતીમાં છે ત્‍યારે આ ગેરરિતી નિવારવા ગુજરાતે જે પ્રયાસો કર્યા છે તેનો આગામી દિવસોમાં પણ પ્રસાર થાય તે દિવસો હવે દુર નથી. નવી સુચિત રાષ્‍ટ્રીય શિક્ષણનીતિમાં પરીક્ષાઓમાં ગેરરિતી અટકાવવામાં પરિણામલક્ષી પ્રયાસોનો સમાવેશ થાય તેવી નેમ તેમણે વ્‍યક્‍ત કરી હતી. આ પ્રસંગે તેમણે નવી રાષ્‍ટ્રીય શિક્ષણનીતિમાં પરીક્ષા લેવાય જ અને વિદ્યાર્થી પાસ કે નાપાસ થાય પછી જ ઉપલા ધોરણમાં પ્રવેશે તેવી વ્‍યવસ્‍થાના સમાવેશ પર ખાસ ભાર મુક્‍યો હતો. નવી રાષ્‍ટ્રીય શિક્ષણનિતીની ધડતરની પ્રક્રિયા અંતર્ગત હાલમાં સમગ્ર  દેશના તમામ રાજયોમાં પરામર્શ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પરંતુ ચર્ચા નિષ્‍કર્ષ માટે રાજયમાં ચાલી રહેલી બેઠકો માટે રાજયકક્ષાની પરામર્શ બેઠક યોજાય તેવી પહેલ સમગ્ર દેશમાં આ બેઠક યોજીને ગુજરાતે કરી છે. દેશના અન્‍ય કોઈ રાજયમાં આ પ્રકારની બેઠક યોજાઈ નથી. નવી રાષ્‍ટ્રીય શિક્ષણનિતીની ચર્ચા-વિચારવિમર્શ, બેઠકો અંતર્ગત રાજયમાં ૧૨૩૦૪ ગામ, પ્રાથમિક શાળા કક્ષાએ ૧૮૮, ઉચ્‍ચ શિક્ષણ અંતર્ગત ૯૭ બ્‍લોક અને સ્‍કુલ એજ્‍યુકેશનમાં ૧૯ અને ઉચ્‍ચ શિક્ષણમાં સુધાર માટે ૨૪ જિલ્લાઓમાં પરામર્શ બેઠકોનો દોર પૂર્ણ થયો છે. નવી રાષ્‍ટ્રીય શિક્ષણનિતી અંગે મંત્રી ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતી અંતર્ગત શિક્ષણ એવું હોવું જોઈએ કે, જેમાં વિદ્યાર્થીના કૌશલ્‍યનું અને એ કૌશલ્‍ય આધારિત રોજગારની દિશા પણ ખુલતી હોવી જોઈએ. હવેથી જે શિક્ષણનિતી ધડાય તે કોઈ પક્ષ કે કોઈ સરકારની નહીં પણ સમગ્ર ભારત દેશની શિક્ષણ-નિતી તરીકે ખ્‍યાતિ પામે તેવી અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, હાલમાં રોજગારીની વિપુલ તકો હોવા છતા પણ કૌશલ્‍ય વિકાસ આધારિત શિક્ષણની વ્‍યવસ્‍થાના અભાવના કારણે ઉચ્‍ચ શિક્ષણ પામેલા વિદ્યાર્થીને પણ રોજગારી ઝડપભેર મળતી નથી. ત્‍યારે રોજગાર સમાચારની સમસ્‍યા નિવારવા ધોરણ ૧૦ અને ૧૨ પછી રોજગારલક્ષી કોર્ષ વધારવા જોઈએ. આ તબક્કે તેમણે રાજયમાં ગ્રોસ એનરોલમેન્‍ટ રેશિયો વધારવાની જરૂરિયાત પર પણ ભાર મુક્‍યો હતો. 

No comments:

Post a Comment