Oct 1, 2015

૭માં વેતનપંચે કેન્દ્ર સરકારને પોતાની ભલામણો સોંપી દીધી છે

નવી દિલ્હી : ૭માં વેતનપંચે કેન્દ્ર સરકારને પોતાની ભલામણો સોંપી દીધી છે. ૩૧મી ડિસેમ્બર સુધીમાં તેના ઉપર ફેંસલો થશે. જરૂર પડશે તો કેટલાક ફેરફારો પણ થશે તે પછી તેને નાણા વિભાગને મોકલી દેવામાં આવશે. નવા વેતનપંચમાં આઇએએસ, આઇપીએસ અને આઇઆરએસ ઓફિસરોના વેતનમાં એકરૂપતાનો પ્રસ્તાવ છે. સાથોસાથ ઓફિસરો અને કર્મચારીઓનો પગાર ત્રણગણો વધે તેવી શકયતા છે.
   પંચના અધ્યક્ષ અશોકકુમાર માથુર, સચિવ મીના અગ્રવાલ તથા સભ્ય ડો.રાથીનરાય તથા વિવેક રાંક એ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટની ભલામણો અનુસાર હાલ કર્મચારીઓના ૩ર પે બેન્ડ છે તે ઉપરાંત સચિવ તથા કેબીનેટ સચિવના અલગથી પે બેન્ડ છે. તેને ઘટાડીને ૧૩ કરવાનો પ્રસ્તાવ છે. પે બેન્ડ ઘટવાથી આઇએએસ, આઇપીએસ અને આઇઆરએસના પે બેન્ડ એક સમાન થઇ જશે. એકરૂપતા આવવાથી આઇપીએસ અને આઇઆરએસની એ ફરિયાદ દુર થઇ જશે કે તેમને આઇઆરએસથી ઓછો પગાર મળે છે.
   નિવૃતી વયની સીમા
   કર્મચારીઓ માટે ૩૩ વર્ષની સેવા અથવા ૬૦ વર્ષ જે પણ પહેલા હોય નિવૃત કરવાનો પ્રસ્તાવ છે તો ૩૦ વર્ષની સેવા કે પપ વર્ષની ઉંમરમાં ગ્રેડીંગ અનુસાર વીઆરએસનો વિકલ્પ આપી શકાશે. કોઇપણ ઓફિસર પપ વર્ષની ઉંમરે વીઆરએસ લઇ શકે છે.
   હાઉસરેન્ટ
   કર્મચારીઓને એ, બી-૧, બી-ર, સી માટે રપ ટકા અને જયારે ગ્રામીણ ક્ષેત્ર માટે ર૦ ટકાનો પ્રસ્તાવ છે. હાલ અલગ-અલગ વિસ્તારો તથા પદો પર ૧૦ થી ૩૦ ટકા સુધી હાઉસ રેન્ટ મળે છે એટલે કે હાઉસ રેન્ટમાં પણ એકરૂપતાનો પ્રસ્તાવ છે.
   ઇન્ક્રીમેન્ટ
   પંચે વર્ષમાં એક વખત ૬ ટકા ઇન્ક્રીમેન્ટ આપવા (ટોટલ ઓફ પે ઉપર)ની ભલામણ કરી છે. તે દરેક કર્મચારી-અધિકારીને ૧લી જુલાઇએ મળશે. આ માટે જુલાઇ સુધી ઓછામાં છ માસની સેવા જરૂરી છે. અત્યાર સુધી કર્મચારી નોકરીએ લાગે તે તારીખ અથવા પ્રમોશનની તારીખથી ઇન્ક્રીમેન્ટ મળે છે.

No comments:

Post a Comment