Oct 21, 2015

સ્‍પીપામાં તાલીમ મેળવનારા તમામને વિશેષ મદદ મળશે

પ્રોત્‍સાહનના ધોરણમાં નોંધપાત્ર વધારો કરાયો : યુવાનો આઈએએસ, આઈપીએસ તેમજ આઈએફએસ પરીક્ષામાં વધુ જોડાય તે માટે વિશેષ આયોજન કરાયું છે
   ­અમદાવાદ, તા.૨૦ : કેન્‍દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી અખિલ ભારતીય મુલ્‍કી સેવા અને સંલગ્‍ન પરીક્ષાઓ જેવી કે આઈ.એ.એસ., આઈ.પી.એસ અને આઈ એફ એસની પરીક્ષામાં ગુજરાતના યુવાનો વધુ જોડાઈને સ્‍પર્ધામાં આગળઆવે તે માટે રાજય સરકારે સહાય પ્રોત્‍સાહનોના ધોરણોમાં નોંધપાત્ર વધારોકર્યો છે. જેનોલાભ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્‍થામાં તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવતા તમામ યુવક-યુવતીઓને મળશે એમ સામાન્‍ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્‍થા (સ્‍પીપા) ખાતે તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવનાર પ્રત્‍યેક તાલીમાર્થીને વધુમાં વધુ સાત મહિના સુધી માસિક ૨૦૦૦નું સ્‍ટાઈપેન્‍ડ પ્રીલીમ પરીક્ષાનું પરિણામ જાહેર થાય ત્‍યાં સુધી આપવામાં આવશે. જ્‍યારે પ્રીલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર પ્રત્‍યેક તાલીમાર્થીને મુખ્‍ય પરીક્ષાની તૈયારી માટે માસિક ૩૦૦૦નું સ્‍ટાઈપેન્‍ડ વધુમાં વધુ ચાર મહિના માટે આપવામાં આવશે. એજ રીતે મુખ્‍ય પરીક્ષામાં ઉત્તીર્મ થનાર પ્રત્‍યેક તાલીમાર્થીને ઈન્‍ટરવ્‍યુ સુધી માસિક ૬૦૦૦ ચાર મહિના સુધી સ્‍ટાઈમેન્‍ડ અપાશે. તથા ફાઈનલ સિલેકશનમાં પસંદગી પામનાર તાલીમાર્થી યુવકને ૫૧,૦૦૦ અને તાલીમાર્થી યુવતીને ૬૧,૦૦૦ પ્રોત્‍સાહન રૂપે આપવામાં આવશે. આ યોજનાનો લાભ સ્‍પીપા તથા તેના હસ્‍તકના તાલીમ કેન્‍દ્રોમાં વર્ષ ૨૦૧૫માં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીને આપવામાં આવશે. અન્‍્નો ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્‍પીપા તથા તેના હસ્‍તકના તાલીમ કેન્‍દ્રોમાં ચાલતા કેન્‍દ્રીય જાહેર સેવા આયોગદ્વારા લેવામાં આવતી અખિલ ભારતીય મુલ્‍કી સેવા અને સંલગ્‍ન પરીક્ષા માટેના તાલીમ વર્ગોમાંપ્રવેશ મેળવતા યુવક યુવતીઓ માટે વિવિધ વિભાગો દ્વારા સહાય અપાતી હતી. તેને સ્‍પીપાના હસ્‍તક લાવી તમામને સહાય મળે તેમાટે આનિર્ણય કરાયોછે. એમ વધુમાં જણાવાયું છે.

No comments:

Post a Comment