મહાગુજરાતના
આંદોલનની કેટલીક વિશિષ્ટતાઓ અને ઐતિહાસિક વક્રતાઓ .
1) ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દપ્રયોગ સાથે
જેમનું અભિન્નપણે સંકળાઇ ચૂક્યું છે, તે કનૈયાલાલ મુનશી
મહાગુજરાતના આંદોલન વખતે સામેની છાવણીમાં રહ્યા.
૧૯૪૮માં તેમની આગેવાની હેઠળ
ભરાયેલા મહાગુજરાત સંમેલનમાં ગુજરાતી બોલતી સમસ્ત પ્રજાનું એકીકરણ
કરવાનો નિર્ધાર વ્યક્ત થયો હતો,પણ ૧૯૫૬માં ઉત્તર પ્રદેશના કોંગ્રેસી રાજ્યપાલ
મુનશીએ મુંબઇ પણ ગુજરાતમાં હોવું જોઇએ એવી
અવ્યવહારૂ લાગણીથી દોરાઇને, છેક ૧૯૫૨માં મુંબઇ
વગરનું ગુજરાત માગતી ‘મહાગુજરાત જનતાપરિષદ’નો વિરોધ કર્યો.
2) અમદાવાદમાં લૉ ગાર્ડન
વિસ્તારમાં આવેલું ‘ભાઇકાકા ભવન’ જેમના નામે છે તે ભાઇલાલભાઇ પટેલ
(ભાઇકાકા) વલ્લભ વિદ્યાનગરના સ્થાપક
તરીકે
જાણીતા છે, પણ મહાગુજરાત આંદોલનમાં
તેમની ભૂમિકા વિશે ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. મહાગુજરાતના નાયક
ઈંદુલાલ યાજ્ઞિકે આત્મકથામાં લખ્યું છે કે‘મહાગુજરાતના નવા આંદોલનની પહેલી ઘડીથી તે છેવટે સન
૧૯૬૦માં ગુજરાતના જુદા રાજ્યનીસ્થાપના
થઇ ત્યાં સુધી તે (ભાઇકાકા) મારા સર્વોત્કૃષ્ટ સલાહકાર રહ્યા.’ મહાગુજરાત અને મહારાષ્ટ્રના નેતાઓ વચ્ચે
સુમેળ સાધવામાં અને વહીવટી કુનેહથી મતભેદો ઉકેલવામાં ભાઇકાકાએ
મહત્ત્વની ભૂમિકા ભજવી.
3) મહાગુજરાતની માગણીને
છેક ૧૯૫૨માં ગુજરાતી સાહિત્ય પરિષદે ઠરાવ દ્વારા
ટેકો આપ્યો હતો. મોરારજી
દેસાઇએ ડાંગની ભાષા મરાઠી હોવાનું જાહેર કર્યું
ત્યારે પણ ગુજરાત સાહિત્ય
સભાએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. પ્રખર ગાયક
પંડિત ઓમકારનાથે પણ પોતાના
બુલંદ અવાજે આ નિર્ણયનો વિરોધ કર્યો.
4) અસલી લડાઇ કેન્દ્ર સરકાર
વિરૂદ્ધ ગુજરાત અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ
મહારાષ્ટ્રની હતી. પણ કોંગ્રેસી
કેન્દ્ર સરકારે ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર
એવા ત્રણ ભાગ પાડતાં
મરાઠીભાષીઓને એવું લાગ્યું કે
ગુજરાતીઓને કારણે મુંબઇને મહારાષ્ટ્રથી અલગ
પાડવામાં આવ્યું છે. એટલે મરાઠીઓએ મુંબઇના
ગુજરાતીઓ પર હુમલા કર્યા અને
તોફાનો દરમિયાન પોલીસ ગોળીબારમાં મૃત્યુ
પામેલા લોકો‘મહારાષ્ટ્રના શહીદ’ તરીકે ઓળખાયા.
5) ગુજરાતની સ્થાપના
પૂર્વે મહાગુજરાત ચળવળમાં મુંબઈના મરાઠી ભાષી સૂત્ર આમચી બમ્બઈ સામે ગુજરાતી ભાષામાં ‘ગુજરાત મોરી રે’ સૂત્રોરચારથી વારંવાર હિંસક અથડામણો થયેલ હતી. ચળવળ
દરમિયાન અમદાવાદમાં ગોળીબાર થયા પછી
અલગ
રાજયની રચના માટેના આંદોલનને વેગ મળ્યો હતો.
લોકસભાએ ગુજારતના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી ત્યારે વિસનગરમાં મહાગુજરાત પરિષદની આખરી બેઠક થઈ અને તેને ભંગ કરી દેવાઈ. 1960માં મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતને અલગ કરી એક નવા રાજ્યના સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. સ્થાપના બાદ ગુજરાતે મોટાભાગના ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ કર્યો. આજે દેશભરમાં ગુજરાતનું નામ અને યોગદાન છે. છેલ્લે બળવંતરાય મહેતા સમિતિની ભલામણો પ્રમાણે ગુજરાત રાજયે સત્તાના વિકેન્દ્રિકરણનો સિદ્વાંત સ્વીકાર્યો, જેથી જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયત કક્ષાએ સત્તાનું વિકેન્દ્રિકરણ થયું અને વિકાસમાં જિલ્લા પંચાયતોનો ફાળો મળવાનો શરૂ થયો. ગુજરાતીઓનું ખમીર અને કઠોર પરિશ્રમ અને યોગદાન દુનિયાભરમાં વખણાય છે.
No comments:
Post a Comment