Sep 5, 2014

હેલ્થ ટિપ્સ -પથરીના દુ:ખાવાથી રાહત આપશે આ નુસ્ખા

try this



પથરી આપણા શરીરમાં આપમેળે જ બનવી  શરૂ થાય છે. એના બનવાની કોઈ ચોક્કસ વય નથી હોતી. પ્રથમ  એ નાના-નાના રૂપમાં રહે છે પછી જ્યારે તે મોટી થઈ જાય તો એના દુ:ખાવાને સહન કરવુ મુશ્કેલ થઈ જાય  છે. પથરી આપણા શરીરમાં આપમેળે જ બને છે. જેમ કે પિત્તની પથરી  ,ગુર્દાની પથરી અને કોઈ પણ જ્ગ્યાએ પહેલા નાની પછી મોટી થવા માંડે છે. થોડા ઘરેળુ ઉપાયની સહાયતાથી તમે આ પથરીના દુખાવામાં રાહત મેળવી શકો છો. 

* પથરી થતાં નારિયેળ પાણી પીવાથી ફાયદો થાય છે. 
* આમળાનો  પાવડર તૈયાર કરી મૂળા સાથે સેવન કરવાથી પથરીથી રાહત મેળવી શકો છો. 
* જીરા અને ખાંડને વાટી આ મિશ્રણનું  સેવન ઠંડા પાણીથી કરવાથી પથરીથી રાહત મેળવી શકો છો. 
* કેરીના પાંદડાને સુકાવી તેને સારી રીતે વાટી રોજ એનુ  સેવન કરવાથી લાભ મળે છે. 
* પથરી થતાં ચા અને કૉફીનું  સેવન વધારે ન કરવુ  જોઈએ. દુખાવો વધારે થાય છે. 
* તુલસીના બીજા અને દૂધનું  સેવન કરવાથી પથરીથી રાહત મળી શકે છે. 
* તુલસીના પાંદડાને દરરોજ ચાવવાથી પણ રાહત મળે છે. 
* ડુંગળીનું  સેવન કરવાથી કિડનીની પથરીથી રાહત મળે છે અને શક્ય હોય  તો ડુંગળીના તાજા રસનું સેવન કરવાથી   કિડનીની  પથરી માટે ખૂબજ લાભદાયક સિદ્ધ થાય છે. 
- દ્રાક્ષનું સેવન કરવાથી કિડનીની પથરીથી રાહત મળી શકે છે